વડાલીના ભવાનગઢમાં ખેતરમાં પાણી વાળવા સમયે કેટલાક શખ્સો પાણીનો વાલ્વ બંધ કરી ધારિયાથી હુમલો કરતાં વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ભવાનગઢના વિપુલસિંહ બનેસિંહ કુંપાવત (36)ના ભાઈ દર્શનિંહ ચારેક વાગે તેમના ભોરાવન નામના કૂવા પર ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને વિપુલસિંહ તથા તેમના પિતા
હતા. ત્યારે ઘરે હતા. ત્યારે પાંચેક વાગ્યાના સુમારે દર્શનસિંહે ફોન કરી જાણ કરી હતી કે ગામના સતીશભાઈ ધુળાભાઈ ઠાકોર ખેતરમાં પાણી વાળવા દેતા નથી અને માથાકૂટ કરે છે. તમે તાત્કાલિક કૂવા ઉપર આવો. બંને જણા કૂવા પર જતાં સતીશભાઈ ધુળાભાઈ ઠાકોર હાથમાં કુહાડી તથા દિવાબેન સતીશભાઈ ઠાકોર હાથમાં લાકડી, ઇશ્વરભાઈ સતીશભાઈ ઠાકોર ધારિયું તથા ચેહરબેન ધુળાભાઈ ઠાકોર કહેવા લાગ્યા હતાં કે અમે બાજુના ખેતરમાં
દારૂનો ધંધો કરીએ છીએ એટલે તમે પોલીસની રેડ કરાવો છો તમે અમારો ધંધો બંધ કરાવો છો આથી અને તમને ખેતરમાં પાણી વાળવા દેશું નહીં તેમ કહી પાઈપનો વાલ્વ દિવાબેન સતિષભાઈ ઠાકોરે બંધ કરી દીધો હતો.
જેથી જમીન અમારી તમે પાઈપ નો વાલ્વ કેમ બંધ કરો છો તેમ કહેતા ઇશ્વરભાઈ સતીશભાઈ ઠાકોરે ધારિયું મારવા જતાં જમણો હાથ વચ્ચે કરતાં ઇજાઓ પહોંચી હતી
અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891