Wednesday, April 16, 2025

વડાલીમાં સગર સમાજનો સામૂહિક આપઘાત નો બનાવ :

 

પતિ પત્નીનું મોત બાદ બે પુત્રના મોત થતા બે જોડિયા ભાઈઓની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું

 

વડાલીમાં વ્યાજના ખપ્પરમાં ચાર ચાર માનવ જીંદગી હોમાયા બાદ પણ કાર્યવાહી શક્ય બની નથી. શનિવારે સવારે સગર પરિવારના તમામ પાંચ સભ્યોએ પેરાક્વેટ કન્ટેન્ટ વાળા કોરોઝીવ પોઈઝનનું સેવન કર્યા બાદ સાંજે પિતા અને રાત્રે માતાનું મોત થયા બાદ રવિવારે રાત્રે બે જોડીયા બાળકોના મોત બાદ સોમવારે સાંજે બે લાશો વડાલી પહોંચતા વાતાવરણ બોઝીલ બની ગયું હતું. ચકચારી ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. હૃદયદ્રાવક ઘટનામાં પરિવારનો સભ્ય હવે સ્પષ્ટતા કરવા સક્ષમ નથી ત્યારે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી કેમ તપાસ હાથ ધરી નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બની રહી थे.

શનિવારે વડાલીમાં વિનુભાઈ મોહનભાઈ સગર, તેમની પત્ની અને ઝેરી દવા લેતાં શનિવારે સાંજે વિનુભાઈ સગર અને મોડી રાત્રે તેમના પત્ની કોકીલાબેનનું હિંમતનગર સિવિલમાં મોત થતાં સગર સમાજે રવિવારે વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. ત્યારબાદ સિવિલમાંથી ગાંધીનગર રિફર

કરાયેલ ત્રણ સંતાનો પૈકી નિલેશ અને નરેન્દ્રે પણ રવિવારે રાત્રે દમ તોડી દીધો હતો. બંને લાશ સોમવારે સાંજે વડાલી લાવી અંતિમ સંસ્કાર કરાયા હતા. હવે પરિવારમાં એકમાત્ર દીકરી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. સૂત્રોના

જણાવ્યાનુસાર અંકિત અને મહેશ નામના બે શખ્સો સામે આશંકા વ્યક્ત કરાઈ છે. સોમવારે સવારથી સાંજે આઠ વાગ્યા સુધી ફરિયાદ નોંધાઈ ન હતી કે પોલીસ અધિકારી સ્પષ્ટતા કરવા તૈયાર થયા ન હતા.

 

તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores