થરાદ તાલુકાના જમડા ગામે ગૌતમ ગોત્રીય દવે પરિવારની કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પંચકુંડી મહાયજ્ઞ આવનારી તારીખ 1.2.3 મે મહિનો 2025 ના રોજ યોજાશે………….. અત્રે થરાદ તાલુકાના જમડા ખાતે આવેલા ગૌતમ ગોત્રીય દવે પરિવાર દ્વારા કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પંચકુંડી શક્તિ મહાયજ્ઞ આવનારી તારીખ 1 5 2025 થી તારીખ 3 5 2025 ના રોજ યોજવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે તારીખ એક ના રોજ યજ્ઞ પ્રારંભ થશે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે માતાજીની શોભાયાત્રા પણ નીકળવામાં આવશે સંતો મહંતો તથા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવારની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી નીંબજા ભવાનીના બેસણા કરાવવા સમગ્ર ગૌતમ ગોત્રીય જમડા દવે પરિવાર માં અત્યારથી જ ખૂબ જ આનંદની અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ પ્રસંગે ગાયત્રી પંચાંગના પ્રણેતા પૂજ્ય પરમ શ્રદ્ધેય શાસ્ત્રી રઘુનાથજી ચુનીલાલજી પરિવાર ના સભ્યશ્રી શાસ્ત્રી બાલકૃષ્ણભાઈ રઘુનાથજી અને તમામ ગૌતમ ગોત્રીય જમડા પરિવાર ના સભ્યો દ્વારા નિમ્બજા ભવાની ના આ ત્રિ દિવસીય પ્રસંગમાં પધારવા સમગ્ર 42 ગામ બ્રહ્મ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે આવેલા તમામે તમામ મહેમાનોને તથા સંતો મહંતોને આવકારવા સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવાર જમડા થનગની રહ્યો છે એવું ગાયત્રી પંચાંગના શ્રી બાલકૃષ્ણ ભાઈ શાસ્ત્રીજી તથા રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી દ્વારા તથા સમગ્ર દવે પરિવાર જમડા દ્વારા જણાવવામાં આવ્યું હતું….. એક ભારત ન્યુઝ થરાદ પ્રદીપ ત્રિવેદી… ખુશી અગરબત્તી થરાદ… આપની આજુબાજુમાં બનતી ઘટનાઓ અમારા પેપર તથા ચેનલમાં પ્રસારિત કરવા માટે અમને મોકલો…. પ્રદીપ ત્રિવેદી થરાદ.. મો.9998215151