Wednesday, April 16, 2025

શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ના આદ્ય સ્થાપક શ્રી ગેમર ભાભાની 25 મી પુણ્યતિથિ નિમિત્તે 4 રક્તદાન કેમ્પ યોજાયા 

જેમાં 176 બોટલ રક્ત એકત્ર કરાયું ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા.

 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલની શરૂઆતના પાયાના પથ્થર સમાન આધ્ય સ્થાપક શ્રી ગેમર ભાભા ની 25 મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ ચાર યોજાયા જેમાં 176 બ્લડ રક્ત એકત્ર કરવામાં આવ્યું જેના મુખ્ય સહયોગી લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ અને બીજો કેમ્પ ગલોડીયા ગામ સમસ્ત દ્વારા અને ત્રીજો કેમ્પ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા અને વિવિધ સંગઠનો દ્વારા એપીએમસી ખેડબ્રહ્મા અને ચોથો કેમ્પ આજે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં યુવા ટ્રસ્ટ દ્વારા યોજાતા જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આજ રોજ રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય નીલકંઠ મહાદેવના સંત શ્રી સોહમપુરી મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું અને આજના પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહી હોસ્પિટલ ની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા આજના કાર્યક્રમમાં હોસ્પિટલના પ્રમુખશ્રી વસંતભાઈ મંત્રીશ્રી જીતાભાઈ અને ઉપપ્રમુખશ્રી જગુભાઈ અને રામજીબાવજી અન્નક્ષેત્ર ટ્રસ્ટના મંત્રી શ્રી લાલજીભાઈ અને સહમંત્રી શ્રી રમણભાઈ તેમજ ટ્રસ્ટીઓ શ્રી અરૂણભાઇ વિનોદભાઈ રમણભાઈ ડાયાભાઈ સાથે ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ તેમજ યુવા ટ્રસ્ટના હોદ્દેદારો પ્રમુખશ્રી યજ્ઞેશ પટેલ અને મંત્રી શ્રી ચેતન પંચાલ અને તમામ યુવા ટીમ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કરેલ તેમજ તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરેલ હતો

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores