>
Friday, May 16, 2025

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના ઓએ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સુચના આપેલ હોય જે અંતર્ગત શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સિદ્ધાર્થ માર્ગદર્શન હેઠળ ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પોલીસના માણસોને તે દિશામાં સતત તપાસમાં રહી આવા ઈસમોને પકડવા માટે સૂચના આપી હતી

 

જે આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આ.પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ ને ખાનગી બાતમીદારથી બાતમી મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઉપર મુજબના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી ચેતનભાઇ કાંતિલાલ ડામોર રહે .ચોકડી અંબાસા તા.ઝાડોલજી ઉદેપુર વાળો ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ ઈકો ગાડીઓ પાસે ઉભો છે અને તેને સફેદ કલરનું ઝીણી ચેકસ વાળું શર્ટ અને છીંકણી કલરનું પેન્ટ પહેલ છે જે બાતમી હકીકત આધારે અમે સ્ટાફના માણસો સાથે બસ સ્ટેશન આગળ પહોંચી તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો આરોપી મળી આવતા જેને પૂછપરછ કરતા ઉપરના ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતા તેના તેના વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે નાસતા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

આમ છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરીયા સાહેબ અને તેમના સ્ટાફને સફળતા મળી હતી અને તેને નગરવાસીઓએ ખૂબ બીરદાવી હતી

 

તસવીર અહેવાલ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores