ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પુર્ણાહુતી કરાઈ
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પુર્ણાહુતી થઈ હતી.આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગર માં હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરની રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી પૂર્ણ થતાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને પંચકુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 19 એપ્રિલ થી થયો હતો અને 21 એપ્રિલને સોમવારે પુર્ણાહુતી થઈ હતી.
ત્રણ દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ વિધાન કરવામાં આવ્યું હતું.
પચાયતદેવો,નવગ્રહ,ધજાદંડની આરાધના અને પૂજા અર્ચના જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ હાંસલપુર દ્રારા બનાવવામાં આવેલ વાનપ્રસ્થ આશ્રમની જગ્યા ઉપર પૂજન અર્ચન અને હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવશે.ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.50 થી વધુ યજમાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે હિમાલય પર્વત ઉપર થી ત્રિયુગીનાથ પરમ પૂજ્ય મોનીબાપુ રામશરણ ગિરિજી મહારાજ આવ્યા છે. અને મંદિર ઉપર એમના હાથે ધજા જાતે ચડાવી હતીવ
પૂર્ણાહુતિના દિવસે સવારે 8 કલાકે મુખ્ય યજમાન સહિત 50 થી વધુ યજમાનોના હસ્તે મૂર્તિઓનું પ્રાતઃપૂજન કરવામાં આવ્યું હતું.9.39 મિનિટે હોમાત્મક લઘુરુદ્ર હોમ અને મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન કરવામાં આવ્યું હતું.10.05 મિનિટે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.12.39 એ ઉત્તર પૂજન,બલિદાન,શ્રીફળ હોમ સાથે પુર્ણાહુતી થઈ હતી.ત્યારબાદ 51 જ્યોતિની મહાઆરતી સાથે સમૂહ આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સોમવારે ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હિંમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય કૌશલે કુવરબા જે ડી પટેલ એ હાજરી આપી હતી મૌનીબાબા ના આશીર્વાદ લઈને ભોલેશ્વર દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે આયોજક માં ભૂલેશ્વર મંદિરના ટ્રસ્ટી બદ્રીભાઇ મિસ્ત્રી ગોપાલસિંહ રાઠોડ સુમનભાઈ રાવલ પટેલ જીગ્નેશ ભાઈ પટેલ સહિત ટ્રસ્ટ ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 