>
Tuesday, March 24, 2026

ઊના: વ્યાજખોરો વિરુદ્ધ ઉના પોલીસનું અભિયાન, જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન

ગીર સોમનાથ પોલીસ જિલ્લાના લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે ઉના પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં નગર પાલિકા ટાઉન હોલ ઉના ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ તાલુકામાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ઊના વિભાગ હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકો માટે પોલીસ નગર પાલિકા હોલ ઉના ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.નગર પાલિકા હોલ ઉના ખાતે ઉના વિભાગ હેઠળ આવતા ઉના ,કોડીનાર, નવાબંદર, અને ગીર ગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોથી પીડિત લોકોએ પોતાની વેદન ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સામે રજૂ કરવા અપીલ કરી હતી.જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પોલીસ અધિકારીને આદેશ આપવામાં આવ્યા હતા.વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોની રજુઆત સાંભળીને તાત્કાલિક ગીર સોમનાથ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ બાહેધરી આપવામાં આવી હતી.ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ કે, જ્યારે વ્યક્તિ કોઈ હોસ્પિટલ, શિક્ષણ કે પછી અન્ય મજબૂરીમાં ફસાય, ત્યારે તે વ્યાજે રૂપિયા લેતા હોય છે. પરંતુ ઘણા વ્યાજખોરો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજની વસુલાત કરતા હોય છે. આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરાવવા માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને બેંકો પાસેથી યોગ્ય માહિતી મેળવી લોન લેવા સૂચન કરેલ નાનામાં નાની રકમ જો કોઈ વ્યાજે લીધી હોય અને તેઓને પરેશાની થતી હોય તો તે વ્યક્તિ પણ પોલીસને રજૂઆત કરી શકે છે. પોલીસ આવા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેમને વ્યાજખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને વ્યાજે રૂપિયા આપીને નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજ વસૂલ કરશો તો આવા વ્યાજખોરોને કાયદાના દંડા પડશે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores