વ્યારા નગરમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ.
(સંજય ગાંધી તાપી) : રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા, રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ-નવસારી, નાં સંયુક્ત ઉપક્રમે રામજી મંદિર હોલ, કાનપુરા, વ્યારા મુકામે તા. 20-04-2025, રવીવાર ના રોજ વિના મૂલ્યે આઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 278 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. કેમ્પ દરમ્યાન કુલ 28 દર્દીઓને મોતિયાના ઓપરેશન તેમજ 19 દર્દીઓને વધુ તપાસ અર્થે રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે મોકલવામાં આવ્યા અને કુલ 131 જેટલા લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા.
આ સેવાકીય યજ્ઞમાં રોટરી ક્લબ વ્યારાના મંત્રી કમલ ભાવસાર, સભ્યો – નિલેશ -સોની, આશીષ મહેશ્વરી, રાજેશ શેઠ, અનીતા દેસાઈ, ગૌરાંગ દેસાઈ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમીર વાણી, Rotary Anns – વંદના વાણી, હેતલ શેઠ, મીનાક્ષી શાહ, મિત્તલ ગામિત, રોટરેક્ટ વ્યારાના કરીના વાડીલે, સપના મોરે, જિનમ પંચોલી, હીતેશ રાણા, રોટરી આઇ -ઇન્સ્ટિટ્યૂટ નવસારીનાં સીનીયર કાઉન્સિલર ઠાકોરભાઈ નાયક, ડૉ. દર્શીતા નાયક અને ઓપ્ટોમેટ્રિસ્ટ ટેકનીશ્યનોની ટીમ, અને શ્રી દાદા ગણેશ મિત્ર મંડળના ચિરાગ રાણા, હિતેશ રાવલ, કરણ રાણા, ઓમ રાણા, મિહિર ગામિત અને મિત્રોએ હાજર રહી સેવા આપી હતી. કેમ્પમાં આવેલ સ્વયંસેવકો માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા રોટરી ક્લબ ઓફ વ્યારા તરફથી કરવામાં આવી હતી. કેમ્પનાં સુંદર અને સફળ આયોજન કરવા બદલ રોટરી ક્લબ ઓફ વ્યારાએ દરેક સહભાગી સંસ્થાનો આભાર માન્યો હતો.








Total Users : 146398
Views Today : 