ઈડરની આત્મ વલ્લભ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
વડાલીમાં રહેતા પ્રથમ ભાવસાર વડાલી થી ઈડર અપડાઉન કરતો હતો
ઈડર હિંમતનગર હાઇવે ઉપર આવેલ આત્મ વલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વડાલીના શાંતિનાથ જૈન દેરાસર બાજુમાં આવેલ આઝાદ ચોકમાં રહેતા રાજેશભાઈ ભાવસારના પુત્ર પ્રથમ એ નર્સિંગ કોલેજના રૂમમાં પંખા સાથે ચાદર બાંધી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી
મૃતક પ્રથમ આત્મવલ્લભ હોસ્પિટલમાં નર્સિંગના અભ્યાસ માટે વડાલી થી ઈડર અપડાઉન કરતો હતો નર્સિંગ કોલેજમાંથી મળતી માહિતી મુજબ વિગત એવી છે કે વડાલીના રાજેશભાઈ ભાવસાર નો દીકરો પ્રથમ મંગળવારે સવારે પ્રથમ 9 વાગે આત્મવલભ હોસ્પિટલમાં અભ્યાસ થઈ ગયો હતો પિરિયડ પૂરો થયા પછી તેના મિત્રોને પ્રથમ એ કહ્યું વોમીટ થાય છે પાણી પી ને ફ્રેશ થઈને આવું છું તેમ કહી ગયો હતો સમય લાગતા મિત્રોએ હોસ્ટેલ રૂમમાં બોલાવવા જતા રૂમ બંધ હતો જેથી વિદ્યાર્થીઓએ રૂમનો દરવાજો તોડી જોતા રૂમમાં જઈ પંખા સાથે ચાદર બાંધીને પ્રથમ લટકી ગયો હતો વિદ્યાર્થીઓએ તેને બચાવવા માટે પંખાથી નીચે ઉતારી ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે પ્રથમને મૃત જાહેર કર્યો હતો આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પોલીસે પ્રથમ એ કયા કારણોસર લટકી આત્મહત્યા કરી હત્યાનું કારણ શું છે એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 147141
Views Today : 