>
Friday, May 9, 2025

નવા પ્લોટ વિસ્તારના નાગરિકોના ગામમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી આવેદનપત્ર આપવામાં આવ્યું

નવા પ્લોટ વિસ્તારના નાગરિકોના ગામમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી આવેદનપત્ર આપવામાં આવ્યું

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે પાકા રોડ રસ્તા બન્યા ન હોવાની ગામના લોકો દ્વારા ભાડા તલાટી ક્રમ મંત્રી ભાડા ગ્રામ પંસાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર ભાડા ગામના નવા પ્લોટ વિસ્તાર ના નાગરિકો દ્વારા વજણાવ્યું છે. કે ભાડા ગામના નવો પ્લોટ વિસ્તારમાં રહીએ છીએ અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી એ છીએ અમારાં વિસ્તારમાં આવેલ સડક કાચી હોય આ સડક પર અવારનવાર વાહનો તથા બળદગાડાની અવરજવર ચાલતી હોય આ કાચો રસ્તો ખૂબ જ ખાડા ટેકરા વારો થઈ ગયો હોય અમારા વિસ્તારના તમામ લોકોને અવર-જવર માટે ખૂબજ પરેશાનીનો – સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં ચોમાસાના સમય દરમિયાન આ કાચા રસ્તા પર ખુબ જ મોટા પ્રમાણમાં કાદવ કીચડ તથા પાણી નો ભરાવો થઈ જતાં આ કાચા રસ્તા નો ઉપયોગ કરવો અમારા વિસ્તારના તમામ રહેવાસીઓ માટે ભયજનક સાબિત થઈ રહ્યો છે. તેમજ કાચા રસ્તા ઉપર ઢોરઢાંખર ની પણ ભારે અવરજવર હોય તેઓના મળમૂત્ર કાદવ કીચડ આ બધું ભેગું થઈને અસ્વઆસ્થ્યમય વાતાવરણ ઉત્પન્ન થાય છે. સાથે જ પાણીના ભરાવાના કારણે ક્યારેક પાણીમાં કરંટ પસાર થવાની ઘટના પણ બની શકે આવો સતત અમો અહીંના રહેવાસીઓને ભય રહે છે. અમો આપને આ આવેદનપત્ર આપી અપીલ કરી છીએ ઉપરોક્ત નજીકમાં જ સરકારી અનાજની દુકાન હોય ઘણા મધ્યમ વર્ગીય લોકો ની પણ સતત અવર-
જવર રહેતી હોય આ રસ્તો તમાંમ મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી હોવાથી પણ આ કાચા રસ્તાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી કરીને અમારા વિસ્તારના તમામ કાચા રસ્તા ચોમાસાના સમય પહેલા આ કાચા રસ્તાની રૂબરૂ મુલાકાત લઈ સચોટતા તપાસી અને અમોને આ રોજીંદા કાચા રસ્તાની સમસ્યામાંથી છુટકારો આપવામાં આવે અને ત્યાં પાકો રસ્તો બનાવી આપવાની મંજૂરી આપવામાં આવે તેવી ભડા ગામના નવો પ્લોટ વિસ્તારના તમામ રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores