પાટણ તાલુકાના વામૈયા ગામના બેચરપરા વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર રાહુલભાઈ પ્રસાદ પર એક શખ્સે હુમલો કર્યો છે.
ઘટના 24 એપ્રિલ 2025ના રોજ સવારે 7:30 વાગ્યે બની હતી. જુનિયર એન્જિનિયર રાહુલભાઈ પ્રસાદ તેમની ટીમ સાથે વીજ ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. એક છાપરાની બાજુમાં એલ.ટી. લાઈનના વીજ પોલ પર આંકડી જોવા મળી હતી.
આ અંગે તપાસ કરવા માટે રાહુલભાઈએ પોતાની ગાડી ત્યાં ઊભી રાખી હતી. આ સમયે છાપરામાંથી બહાર આવેલા એક વ્યક્તિએ તેમના ગાલ પર લાફો માર્યો હતો. એટલું જ નહીં, પગની એડી પર લાકડી મારી અને ગાળો બોલીને ધમકીઓ આપી હતી.ટીમમાં રાહુલભાઈ ઉપરાંત સુરેશ પટેલ, સુનિલ કુંડારિયા અને ડ્રાઈવર સહિત અન્ય કર્મચારીઓ હાજર હતા. આ ઘટના પહેલાં તેઓ અઘાર ગામે વીજ ચેકિંગ કરીને વામૈયા ગામે આવ્યા હતા. રાહુલભાઈએ વાગડોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી છે. તેમણે સરસ્વતી પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.
કેમેરામેન સંજય સિંહ સાથે ઇમરાન મેમણ પાટણ







Total Users : 153810
Views Today : 