Saturday, April 26, 2025

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

 

તાલુકા આરોગ્ય કચેરી રાજુલા તળેના આરોગ્ય કેન્દ્રો દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી અને ડીએમઓ ડૉ.એ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ દર વર્ષે ૨૫મી એપ્રિલના રોજ વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવે છે

.જેમા રાજુલામા વર્ષ ૨૦૨૪ દરમિયાન લીધેલ ૩૯૪૩૩ લોહીના નમુના સામે ફક્ત ૦૪ મેલેરિયાના કેસ નોંધાયેલ જે અગાઉના વર્ષો કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અને મેલેરીયા નિયંત્રણમાં પણ મોટી સફળતા મળી છે.

ગુજરાત સરકારે ૨૦૧૭ સુધીમા અને ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં મેલેરીયા મુક્ત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજુલા તાલુકાના ૩૧ આરોગ્ય કેન્દ્રો,૨૫ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ૧૨૨ આશા બહેનો દ્વારા મેલેરીયા નિયંત્રણ માટે તાવના કેસની ૩૯૪૩૩ બ્લડ સ્લાઈડ કલેક્શન,પોરાનાશક કામગીરી,પાણીના સ્ત્રોતોમાં દવાનો છટકાવ,ગપ્પી માછલીઓનો ઉપયોગ,ફોગિંગ સ્પ્રે અને મચ્છરદાની વિતરણ જેવા પગલાનો સમાવેશ થાય છે જે પ્રયાસોના કારણે તાલુકામાં મેલેરીયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજુલા તાલુકામાં મેલેરિયાના નિદાન માટે બે પ્રકારનું સર્વેલન્સ ચાલે છે.પેસીવ સર્વેલન્સ જેમા આરોગ્ય કેન્દ્રોમા આવતા તાવના દર્દીઓની તપાસ કરવામાં આવે છે.જ્યારે એક્ટિવ સર્વેલન્સમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને તપાસ કરે છે.તેમજ દર વર્ષે વર્ષાઋતુમાં ઉપરોક્ત કામગીરીને ઝડપી અને ધનિષ્ઠ બનાવવા માટે શહેરી અને અર્બન વિસ્તારમાં ખાસ વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા ચાર મહિના સુધી સઘન નિયંત્રણ કામગીરી આરોગ્ય કેન્દ્રોના મેઈલ સુપરવાઈઝરો દ્વારા મોનીટરીગ અને સુપરવિઝન હેઠળ કરવામાં આવતી હોવાનુ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એન.વી.કલસરીયા દ્વારા જણાવેલ.

 

રાજુલા તાલુકામાં જન ભાગીદારી અને સહકાર પ્રાપ્ત કરવા માટે મેલેરીયા વિશે જનજાગૃતિ રેલી,શાળાઓના બાળકો અને લોકોને મેલેરીયા વિશે સમજણ,પત્રિકા વિતરણ,ભીતસુત્રો વિગેરે પ્રચાર – પ્રસાર ઝુંબેશ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.નિલેશ કલસરીયા,સુપરવાઈઝર સંજયભાઈ દવે,આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ હતી અને લોકોમા જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરવામા આવ્યા હતા જે યાદીમા જણાવેલ છે.

રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores