સિધ્ધપુર એસટી ડેપો દ્વારા અંતરિયાળ ગામડાની બસો બંધ કરી અમદાવાદ વધારાઈ
પાલનપુર એસટી વિભાગ સંચાલિત સિધ્ધપુર ડેપોથી સિધ્ધપુર તાલુકાના જુદા જુદા ગામડાઓમાં જતી એસટી બસો જે અંતરિયાળ ગામડાઓના મુસાફરો નોકરીયતો અને કામદારો અપ ડાઉન કરતા લોકો માટે આશીર્વાદ સમાન એસટી બસ સિદ્ધપુર ડેપો દ્વારા બંધ કરી અમદાવાદ તેમજ અન્ય મોટા શહેરોના બસ સ્ટેશનમાં મોકલવામાં આવતા ગામડાઓના લોકોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓને વેકેશન પડતાં જ એસટી બસો ગામડાની બંધ કરી અમદાવાદ લંબાવવામાં આવતા લોકો તેમજ મુસાફરોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ગામડાઓની એસટી બસો માત્ર વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવે છે તો મુસાફરો નોકરી હતો અને કામદારો બસો વિના કયા વાહનોમાં મુસાફરી કરશે. ગામડાની આમ જનતાને હેરાન પરેશાન કરવાના હેતુથી વારંવાર ગામડાની બસો બંધ કરી દેવામાં આવતી હોવાના સવાલો થઈ રહ્યો છે. ગામડાની બસો તાત્કાલિક ચાલુ થાય એવી અંતરિયાળ ગામના મુસાફરોની માંગ છે.
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ