દિવથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતી કાર ઉના પોલીસના હાથે ઝડપાઈ, બે આરોપીઓની ધરપકડ
ઉના: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની પ્રોહી-જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાની કડક સૂચનાના પગલે ઉના પોલીસ સતત કાર્યરત છે. ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ દ્વારા સર્વેલન્સ સ્કોર્ડની ટીમો બનાવીને પ્રોહી-જુગારના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ કાર્યવાહીના ભાગરૂપે, આજરોજ ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ આર.પી.જાદવ તથા એ.એસ.આઇ.શાંતિલાલ વેલાભાઈ, એ.એસ.આઈ. જોરૂભા નારણભા, પો.હેડ.કોન્સ.નાનજીભાઇ સાર્દુળભાઇ, પો.કોન્સ.વિજયભાઇ હાજાભાઇ, રવિસિંહ પ્રદીપસિંહ, અનિલભાઇ ભુપતભાઇ, સુનીલભાઇ કેશવભાઇ અને ભાવસિંહ ગોવિંદભાઇની ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન, એ.એસ.આઇ.શાંતિલાલ વેલાભાઇ સોલંકી અને પો.કોન્સ. રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલને બાતમી મળી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર GJ-11-TT-7503માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને તડ ગામ તરફથી કેસરીયા થઈ માંગરોળ તરફ જવાની છે.આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કોર્ડની ટીમે ગોકુલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીમાં જણાવેલી સફેદ કલરની સ્વીફ્ટ કાર દીવ તરફથી આવતી દેખાઈ, જેને પોલીસે રોકાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડેકીમાંથી પ્લાસ્ટિકના થેલાઓ અને બાચકા મળી આવ્યા હતા. આ થેલાઓ અને બાચકા ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. ૨,૫૦,૦૦૦/- ની કિંમતની મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર (નંબર GJ-11-TT-7503), રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયર ટીન મળીને કુલ ૧૨૦ નંગ, જેની કિંમત રૂ. ૨૭,૮૯૧/- થાય છે, નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમો હેઠળ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા