પોશીના પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા જિલ્લા બહારના આરોપીને પકડી પાડવામાં ટીમ નંબર 5 ને સફળતા મળી
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ની સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ દ્વારા સાબરકાંઠા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ હતી તે સંદર્ભે શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાના ઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હતું તે અનુસંધાને ટીમ નંબર 4 અને 5 ના ઇન્ચાર્જ શ્રી ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્માઓએ ટીમ નંબર 5 ના ઇન્ચાર્જ શ્રી કે વી વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની જરૂરી સુચના આપતા તેઓ તેમની ટીમ સાથે તે દિશામાં સતત કાર્યશીલ હતા
તારીખ 28/ 4/ 2025 ના રોજ શ્રી કે વી વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ સંબંધે તપાસ કરતા હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુન્હામાં ઉપર મુજબના કામે નાસતા ફરતા આરોપી મનસુખભા ઉર્ફે ગલકોટ લક્ષ્મણભાઈ કોળી (બાવરી) રહે બાવરી નો ડેરો માન સરોવર રેલવે ફાટક પાલનપુર તા. પાલનપુર જીલ્લો બનાસકાંઠા વાળાની તપાસ કરતા મળી આવતા તેની વધુ પૂછપરછ કરતા જે બાબતે પોતાના રેકર્ડ આધારિત તપાસ કરતા તેના વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ એ મુજબના ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાય આવતા ઈસમને નાસતા ફરતા આરોપીને પકડી આગળની કાર્યવાહી કરી પોશીના પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ હતો
આમ સાબરકાંઠા જિલ્લાની નાસતા ફરતા આરોપી પકડવાની ટીમ 5 ને ગુન્હો કરી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા જિલ્લા બહારના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891