>
Wednesday, May 14, 2025

સરખડીમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે રેવન્યૂ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, ૭.૪૩ લાખનો દંડ વસૂલવાની તજવીજ

સરખડીમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે રેવન્યૂ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, ૭.૪૩ લાખનો દંડ વસૂલવાની તજવીજ

 

કોડીનાર, તા. ૧: જિલ્લા કલેક્ટર જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ અને ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમે કોડીનાર તાલુકાના સરખડી ગામે ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં આશરે ૭.૪૩ લાખ રૂપિયાનો દંડ વસૂલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનારના સરખડી ખાતે આવેલી ખાનગી માલિકીની સર્વે નંબર-૫૯૪ વાળી જમીન પર રોહિતભાઇ ભુપતભાઇ વાળા અને ભુપતભાઇ ભગવાનભાઇ વાળા દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મળતા રેવન્યૂ વિભાગ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટીમ દ્વારા ખનન વિસ્તારની માપણી કરવામાં આવી હતી. આ માપણીમાં કુલ ૩૦૧૨.૦૦ મેટ્રિક ટન ખનીજની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ ગેરકાયદેસર ખનન કરાયેલ ખનીજની અંદાજિત કિંમત રૂ. ૭.૪૩ લાખ જેટલી થવા પામે છે.આ ગેરકાયદેસર ખનીજ ખનન બદલ સંબંધિત ઇસમો પાસેથી નિયમોનુસાર દંડની રકમ વસૂલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી કુદરતી સંપત્તિનું જતન થઈ શકે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores