તાપી જીલ્લા ના સોનગઢ ખાતે ૩૦ એપ્રિલ ના રોજ માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સચાંલીત જ્ઞાનધારા એક અનોખી પાઠશાળાની વાષિઁક મહોત્સવની ઉજવણી કરવામા આવી.
તાપી જીલ્લા ના સોનગઢ ખાતે ૩૦ એપ્રિલ ના રોજ માનવજાતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સચાંલીત જ્ઞાનધારા એક અનોખી પાઠશાળાની વાષિઁક મહોત્સવની ઉજવણી કરવામા આવી.જેની અંદર તાપી જીલ્લા ના ત્રણ તાલુકામા ચાલતી ૪૦ પાઠશાળાઓ ના વિધાથીંઓ એ અવનવી સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.જોડે જોડે જ્ઞાનધારા એક અનોખી પાઠશાળમા ધોરણ-૫ મા અભ્યાસ કરતા ૨૫૫ બાળકોએ CET ની પરીક્ષા આપી હતી જેમાથી ૧૧૭ બાળકોએ CET ની પરીક્ષા પાસ કરી હતી આ ૧૧૭ નાના બાળકોને સંસ્થા દ્વારા ટ્રોફી અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.આ નાના ભૂલકાઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી માનવતા જાગૃત ટ્રસ્ટ ના સંસ્થાપક શ્રી ભરતભાઇ લીંબાચીયાએ શુભેશાઓ પાઠવી હતી.







Total Users : 145600
Views Today : 