>
Thursday, March 26, 2026

સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવાર ની કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવાર ની કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં સમગ્ર 42 ગામ વાવ થરાદ દિયોદરના શ્રીમાળી બ્રહ્મ સમાજ ની ઉપસ્થિતિ રહી હતી તથા સંતો મહંતો ની પણ ઉપસ્થિતિ રહી હતી તેમજ રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે માતાજી નો પંચકુંડાત્મક શક્તિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ માતાજીની કળસ યાત્રા તથા શોભાયાત્રા તથા જળ યાત્રા પણ નીકાળવામાં આવી હતી અને માતાજી નું ધ્વજા રોહન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ગૌતમ ગોત્રીય જમડા પરિવારના ભાઈઓ તથા બહેનોએ હોશ અને ઉમંગભેર માતાજીનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores