>
Saturday, May 17, 2025

ભાઈઓએ બહેનના ઘરે મનમૂકીને મામેરું ભર્યું.. ભાણેજના લગ્નમાં મામાએ ૧૫ કરોડ નું મામેરું ભર્યું..!

ભાઈઓએ બહેનના ઘરે મનમૂકીને મામેરું ભર્યું..

 

ભાણેજના લગ્નમાં મામાએ ૧૫ કરોડ નું મામેરું ભર્યું..!

 

આપણા ત્યાં મામેરા નો રિવાજ વર્ષોથી ચાલતો આવે છે જેમાં ભાઈઓ તરફથી બહેનના ઘરે ભાણેજ અથવા ભાણેજીના લગ્ન હોય ત્યારે યથાશક્તિ મામેરું લઈને આવે છે એ મુજબ જ રાજસ્થાનના નાગોર જિલ્લાના જાયલ તાલુકાના ઝાડેલી ગામના જાટ પરિવાર દ્વારા પોતાની બહેન સંતોષદેવીના સુપુત્ર ઇન્દ્રરાજના લગ્નમાં મામા દ્વારા ઐતિહાસિક મામેરું ભરવામાં આવ્યું છે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે અહીં આપણે શરૂઆતમાં જ કહ્યું છે કે યથાશક્તિ મામેરું લાવવાની પરંપરા છે એટલે અહીં મામા આર્થિક રીતે ખૂબ જ સધ્ધર હોવાના કારણે અને બહેનના ઘરે મામેરું ભરવાનું છે ત્યારે બન્ને ભાઈઓ એટલે મામા ઓ મનમૂકીને મામેરું ભરવાની તૈયારી કરી જેમાં એમણે…

(૧)૦૧ કિલોથી વધારે સોનુ

(૨) ૧૫ કિલો ચાંદી

(૩) એક પેટ્રોલ પંપ

(૪)૨૧૦ વિઘા જમીન

(૫)અજમેરમાં એક પ્લોટ

(૬)બોલેરો ગાડી

(૭)ટ્રેક્ટર

(૮)એક કરોડ એકાવન લાખ રૂપિયા રોકડા

 

આ બધું કુલ મળીને ૧૫ કરોડ રૂપિયા આસપાસ થાય છે આ સિવાય આપણી પરંપરા મુજબ બહેનના સાસરિયા વાળાઓને પણ ઓઢામણી કરવી પડે એટલે બહેનની સાસરિયા વાળાઓ તમામને એક ચાંદીનો સિક્કો ભેટ આપ્યો હતો હવે જેમણે આટલું મોટું મામેરું કર્યું હોય એ મામા બહેન,બનેવી અને ભાણેજ માટે કપડાંની ખરીદીમાં ટી બાકી શુ રાખ્યું હોય એ તો સમજી શકાય છે પણ જાટ પરિવારને ઈશ્વરે સંપત્તિ આપી છે અને એ મુજબ એમણે બહેન માટે પ્રેમ અને સમર્પણના ઉદાર ભાવથી કરોડો રૂપિયા નું મામેરું ભર્યું છે જેની ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે અને લોકો મુક્તકંઠે મામેરાની પ્રશંશા કરી રહ્યા છે

બહેન મનમાં કહેતી હશે કે આવા ભાઈઓ જન્મોજન મળે અને ભાણેજ કહેતો હશે કે આ મામા ભવોભવ મળે..

 

ઈશ્વરે આપ્યું હોય તો બહેનના ઘરે મનમૂકીને મામેરું આપે એમાં ખોટું નથી પણ દેખાદેખીના રવાડે ચડીને દેવાદાર બનવું એ મુર્ખતા છે લોકો શુ કહેશે એ ચિંતા કર્યા વગર આપણી પરિસ્થિતિ મુજબ આપણે વ્યવહાર કરવો જોઈએ લોકો તો ચાર દિવસ વાહ..વાહ કરશે પછી દેવું આપણે એકલાએ જ ભરવું પડે એટલે કોઈએ કોઈની દેખાદેખી કરવી નહીં..

એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores