>
Friday, May 9, 2025

કોળી કંથારીયામાં પચાવી પાડેલ મકાન પરત અપાવતી નાગેશ્રી પોલીસ

કોળી કંથારીયામાં પચાવી પાડેલ મકાન પરત અપાવતી નાગેશ્રી પોલીસ

 

ભાણકુભાઈ મેરામભાઈ વરૂ રહે. કોળી કંથારીયા તા.જાફરાબાદ જિ.અમરેલી

 

વાળા એ ગઈ તા.૨૫/૦૪/૨૦૨૫ ના રોજ તેના મો.નં.૯૭૨૩૭૫૨૧૪૭ ઉપરથી અમરેલી પોલીસના વોટ્સઅપ મોબાઈલ નંબર ઉપરથી પોલીસ કંટ્રોલરૂમમાં વોટ્સઅપ મેસેજ કરેલ હતો

અને જે અમરેલી પોલીસ કંટ્રોલરૂમ ખાતે અસામાજીક તત્વો વિરૂધ્ધ આવેલ રજુઆત નં.૮૫/૨૦૨૫ તા:૨૫/૦૪/૨૦૨૫ થી નોંધવામાં આવેલ

અરજદારે મેસેજમાં પોતાની હકીકતમાં જણાવ્યા મુજબ

 

જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયા ગામમાં વ્યાજવટાવ કરતા લોકો

 

મકાન પડાવી લેય છે, વાહન ગીરવે રાખે છે. આ લોકોએ ગૌચરની જમીન કબ્જે કરી છે, ખેડુતોને પોતાની કોઈપણ વસ્તુ વેચાણ કરવી હોય તો કમીશન આપવુ પડે છે, લાગવગ ધરાવતા માણસો હોવાથી કોઈ અવાજ ઉઠાવી શક્તા નથી, ખોટા કેસમાં ફિટ કરાવી દે તેવી બીક લાગે છે.

જેઓનું નામ પ્રતાપ રાવતભાઈ/વનરાજ રાવતભાઈ ઘડધા રહે.બન્ને કોળી કંથારીયા તા.જાફરાબાદ જિ.અમરેલી

 

વાળાઓએ

કોળી કથારીયા બસ સ્ટેશનની સામે જે મકાન પડાવી લીધું છે ત્યાથી આ બધુ મળી જશે. વાહન ગીરવે રાખેલા પણ મળી જશે.

 

આ માહીતી ગુપ્ત રાખજો મારી ઉપર પણ જીવનું જોખમ થઈ શકેછે જો માહીતી જાહેર થાય તો,

 

આ મકાન અને સોનલકુપા નામની દુકાન બંધ હાલતમાં છે, મીટર ચેક કરવાના બહાને રેડ કરશો તો બધુ હાથ લાગશે.

 

વિગેરે મુજબની હકીકત અરજદારે મેસેજમાં લખી આ મેસેજ અમરેલી પોલીસમા કરેલ હતો.

જે બાબતે પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ નાગેશ્રી પો.સ્ટે.ના પો.સ.ઇ. પી.બી.ચાવડા નાઓને તપાસ કરવા સુચના કરતા

 

આ કામે પો.સ.ઇ. પી.બી.ચાવડા નાઓ અરજદારને રૂબરૂ મળી હકીકત જાણતા

 

પોતે પોતાના ગામના પ્રતાપભાઈ રાવતભાઈ ઘડઘા કે જેઓ C.R.P.F મા છત્તીસગઢ રાજ્યમાં નોકરી કરે છે

 

તેની પાસેથી પોતાને પૈસાની જરૂરીયાત હોય જેથી આજથી બે વર્ષ પહેલા તેઓ જયારે અહિં કોળી કંથારીયા ગામે રજામા આવેલ ત્યારે એક વર્ષમાં પરત કરવાની બોલીએ સાડા ત્રણ લાખ રૂપીયા હાથ ઉછીના લીધેલ હતા.

ત્યારબાદ પોતે હાથ ઉછીના લીધેલ રૂપીયા પાછા આપવામાં એક વર્ષ ઉપરનો સમય થઈ ગયેલ હોય

 

અને પોતાની પાસે પૈસાની સગવડતા થયેલ ન હોય અને

 

પ્રતાપભાઈ રાવતભાઈ ઘડઘાને તેણે ઉછીના આપેલ પૈસા પાછા આપેલા ના હોય

 

જેથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવી માતબર રકમ એક વર્ષ ના સમય માટે હાથ ઉછીના આપનારા એવા કેન્દ્રીય રિઝર્વ પુલીસ ફોર્સ CRPFમાં છતીછ ગઢ રાજ્યમાં નોકરી કરતા પ્રતાપભાઈ ઘડઘા

 

અરજદાર ફરિયાદી પાસે તેને ઉછીના આપેલ પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી પોતે તેને હાથ ઉછીના લીધેલ પૈસા પેટે પોતાનુ મારૂ મકાન કે જેની કીંમત છ થી સાત લાખ રૂપીયા થાય તે મકાન ફક્ત સાડા ત્રણ લાખ રૂપીયામા તેણે વેચાતુ લખાવી લીધેલ તેમ હકીકત જાણવા મળતા

 

જેથી આ કામે સામાવાળાને રૂબરૂ બોલાવી હકિકત જાણતા મેસેજમાં જણાવેલ હકીકતને સમર્થન મળેલ અને આ કામના અરજદારનું મકાન તથા પ્લોટ આશરે છ થી સાત લાખ રૂપીયાની કિંમતનું હોય

 

તેમ છતા સામાવાળાઓએ કડક ઉઘરાણી કરી ફક્ત સાડા ત્રણ લાખની નજીવી કીંમતમાં આ મકાન તેમજ ફરતો પ્લોટ પોતાના નામે નોટરી લખાણ કરી લખાવી લીધેલ

 

જેથી અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂનો સંપર્ક કરી કોળી કંથારીયા ગામના સારા આગેવાનોએ વચ્ચે પાડતા આ કામના અરજદારને પોતાનુ મકાન પ્લોટ સાથેનુ પરત આપી દેવા નક્કી થયેલ

 

જે મુજબ સામાવાળાએ તે બાબતનુ રજીસ્ટર નોટરી લખાણ કરી આપી મકાનનો કબ્જો આ કામના અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂને સોંપી આપેલ હોય

 

જેથી અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરૂએ પોલીસ અધિક્ષક અમરેલી અને નાગેશ્રી પોલીસનો રૂબરૂ આવી આભાર માનેલ છે.

 

તેમજ બીજા બનાવમાં

 

વડિયાના ભાયાવદર ગામે વ્યાજડામાં ડૂલી ગયેલી ૯(નવ) વીઘા જમીન અરજદારને પરત અપાવતી અમરેલી પોલીસ

 

ધીરૂભાઈ રવજીભાઈ અટાળા, ઉં.વ.૬૦ રહે.ભાયાવદર,તા.વડીયા,જિ. અમરેલી, વાળા નાઓએ

 

વડીયા રહેતા તુષારભાઈ વેગડ અને ગોલણભાઈ ડાંગર, જિ,અમરેલી વાળાઓ વિરૂધ્ધ

 

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સરકારશ્રીની વ્યાજખોર વિરૂધ્ધની ઝુંબેશ ચાલતી હોય તે આધારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓને રૂબરૂ મળી પોતાની રજુઆત કરતા અને અરજી તેમજ સામાવાળાના જરૂરી પૂરાવા આપતા

 

અરજદાર ધીરૂભાઈ રવજીભાઈ અટાળા (પટેલ) ઉ.વ.૬૦ રહે-ભાયાવદર તા.વડીયા જિ.અમરેલી વાળાઓએ જણાવ્યું હતું કે

સને ૨૦૧૮ માં તેમના પત્ની ફુલીબેનને ફેફસાનું કેન્સર હોય તેની સારવાર કરવા અર્થે

 

અને ધીરૂભાઈના દિકરા ઘનશ્યામભાઈને રાજકોટ ખાતે દળવાની ઘંટીનો ધંધો કરવો હોય, જેથી પૈસાની જરૂરીયાત ઉભી થઇ હોય

 

જેથી ઘનશ્યામભાઈએ વડીયા ગામે રહેતા તુષારભાઈ વેગડને મારે રૂપિયાની જરૂરત છે તેવી વાત કહેલ.

 

ત્યારે તુષારભાઈએ કહેલ કે તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા પાંચ ટકા વ્યાજે મળશે

 

જેથી અરજદાર ઘનશ્યામભાઈએ તુષારભાઈ વેગડ અને ગોલણભાઈ ડાંગર પાસેથી રૂ.૫,૨૫,૦૦૦/- પાંચ ટકાના વ્યાજે લીધેલ. અને

 

પૈસાના બદલામાં ઉપરોકત બન્ને ઇસમોએ ધનશ્યામભાઈ ધીરૂભાઈની કુલ – ૯ વીઘા જમીનનો રૂ.૫,૨૫,૦૦૦/-માં સાટાખત કરાવી લીધેલ

 

જે સાટા ખત કરાવી લીધેલ તે જમીનની કુલ કિ. રૂ.૫૬,૨૫,૦૦૦/- એટલે કે એક વીઘાના ૬ (છ) લાખ લેખે નક્કી થયેલ હતી.

 

ત્યાર બાદ ઘનશ્યામભાઇ દર મહિને પાંચ ટકા વ્યાજ આપતા હતા ત્યાર બાદ ધીરૂભાઈના પત્ની ફુલીબેન ફેફસાની બિમારીથી મૃત્યુ પામ્યા

 

અને ધીરૂભાઇના દિકરા ઘનશ્યામભાઈને પણ ફલોર મીલનો ધંધો બરાબર ચાલતો ન હોય

 

ઉપરોકત ઇસમો વારંવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય

 

અને ધીરૂભાઈના દિકરા ધનશ્યામભાઈએ સને ૨૦૧૯ માં રાજકોટ ખાતે જેરી દવા પી આત્મહત્યા કરી લીધેલ.

 

જેથી અરજદાર ધીરુભાઈ તેમના પત્ની અને દિકરા ઘનશ્યામભાઈના મૃત્યુ બાદ

 

સાવ નીરાધાર થઈ ગયેલ હોય અને ઉપરોકત ઈસમોએ ધીરૂભાઈને એવુ કહેલ કે

 

તમો અમારા વ્યાજના પૈસા આપી ના શકો તો અમોને ૯ વીઘા જમીનનો સાટાખત મુજબ દસ્તાવેજ કરી આપો અને

 

ઉપરોકત સામાવાળા બન્ને ઇસમોએ સને ૨૦૧૯ થી જમીનના સાટાખત આધારે

 

અરજદાર ધીરૂભાઈ વિરૂધ્ધમાં નામ. સીવીલ કોર્ટમાં જમીન અંગેનો દાવો દાખલ કરાવેલ

 

જે દાવો નામદાર સિવિલ કોર્ટ માં ચાલી જતા

 

સને ૨૦૨૧ માં સામાવાળા તુષારભાઈ અને ગોલણભાઈના પક્ષમા નામ. કોર્ટ તરફથી હુકમ થયેલ હોય

 

ત્યાર બાદ અવાર નવાર ઉપરોકત ઇસમો અરજદાર ધીરૂભાઈને જમીનનો દસ્તાવેજ કરી આપવા હેરાન પરેશાન અને મોબાઈલ ફોનથી ધાક ધમકી આપતા હતા.

 

આ બધી હેરાનગતીથી કંટાળી નીરાધાર અને એકલા રહેતા ધીરૂભાઇએ તા.૦૫/૦૪/૨૦૨૫ નાં રોજ જમીનની સામાન્ય કિંમત ગણી

 

ઉપરોકત તુષારભાઇ વેગડને કુલ રૂ.૫૬, ૨૫,૦૦૦/-ના સામે માત્ર રૂ. ૩૨,૨૫,૦૦૦/- આપી અને બાકીની નીકળતી ૨૪ લાખ રકમ વ્યાજ પેટે ગણાવી ભોગબનનારને નહી આપી કુલ ૯ વીઘા જમીન પોતાના નામે કરી લીધી હતી.

 

 

જેથી પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ આ અરજીની તપાસ તાત્કાલીક વડીયા પોલીસ સ્ટેશન અને એલ.સી.બી. શાખાને સોંપતા અને તપાસના કામે

 

આ કામના સામાવાળા તુષારભાઈ વેગડ અને ગોલણભાઈ ડાંગરને તપાસ માટે બોલાવી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરતા

 

ઉપરોકત ઇસમોએ અરજદાર ધીરૂભાઇનો સંપર્ક કરી વડીયા તાલુકાના બે પાંચ સારા આગેવાનોને વચ્ચે રાખી

અને આ કામના અરજદારને મળી અરજદારને તેમની કુલ- ૯ વીઘા જમીન પરત આપવા તૈયારી બતાવેલ હતી.

 

પરંતુ અરજદારનાઓ આ ૯ વીઘા જમીન વેચવા માંગતા હોય, જેથી અરજદારે એક વીધાના ૬(છ) લાખ લેખે જમીન વેચવાની ઇચ્છા બતાવતા

 

સદર કામના સામેવાળા આરોપીઓ વચ્ચે સમાધાન કારક વહેવાર થતા

 

કુલ રૂ.૫૬,૦૦,૦૦૦/- માં અરજદાર પાસેથી કુલ-૯ વીઘા જમીન વેચાતી રાખેલ છે.

 

અરજદારનાઓએ સામેવાળાને કુલ રૂ.૫૬,૦૦,૦૦૦/- માં ૯ વીઘા જમીન વેચેલ છે. તેમજ

 

અરજદાર નાઓને જમીન વેચાણથી મળેલ રૂપીયા સારી રીતે સાચવવા માટે પોલીસ દ્વારા પુરતુ માર્ગદર્શન પુરૂ પાડી બેંકના સહકારથી એસ.બી.આઇ. બેંકમાં કુલ રૂ.૨૪,૦૦,૦૦/- ની એફ.ડી. કરાવેલ છે,

 

જેથી અરજદાર ધીરૂભાઈ અટાળા પટેલ પોલીસ અધિક્ષક અને અમરેલી જિલ્લા પોલીસનો

 

પોતાને વ્યાજખોરો વિરુધ્ધ ન્યાય અપાવતા આગેવાનો સાથે રૂબરૂ આવી આભાર માનેલ છે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસસર નાણા ધીરધાર કરનાર ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા સુચના આપેલ હોય

 

જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓ દ્વારા લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી,

 

ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં આપી, ઉંચુ વ્યાજ વસુલ લઈ, અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેર રીતે ધાક ધમકી આપી, કરાવી, ધમકાવી, પડાવી લેતા વ્યાજંકવાદીઓ

 

કે જેના ડર, બીકના કારણે આમ જનતા તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી આવા વ્યાજ વટાવનો ભોગ બનેલ અરજદારોની આવતી રજુઆતો/ફરીયાદ અન્વયે તાત્કાલીક પગલા લેવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપવામાં આવેલ.

 

અમરેલી પોલીસ તંત્ર દ્વારા ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર નાઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

 

બાઈટ….ગૌતમ પરમાર ભાવનગર રેન્જ આઈ.જી.પી.

 

રિપોર્ટ. એક ભારત ન્યૂઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores