ગાંભોઈ પોલીસ સ્ટેશનનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો ખેડબ્રહ્મા પોલીસે ડિટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ ના હોય એ મિલકત તથા બાઇક સંબંધી ગુનહાઓ શોધી કાઢવા સૂચના આપેલ હતી જે આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા તેમના સ્ટાફના માણસો તે દિશામાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરી કરતા હતા
તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ તથા પો.કો. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ અને પો.કો. અક્ષય કુમાર પોપટભાઈ ટીમના માણસો તેમજ પોલીસ સ્ટાફના માણસો ખેડવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને કોટડા તરફથી રહેલ હતો જેથી શંકાસ્પદ ઈસમને મોટરસાયકલ સાથે પકડી ચાલકનું નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ રૂમાલભાઈ લાલુભાઈ ખેર રહે માતાઘાટી જોગીવાડ તા. કોટડા જીલ્લો ઉદેપુર હોવાનું જણાવતા ઈસમ પાસે મોટરસાયકલના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હતો અને સંતોષકારક જવાબ આપતો ન હોય મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 09 CT 1971 આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા મોટરસાયકલ ગાંભોઈ પોલીસ સ્ટેશન ગુન્હા ના કામે ચોરીમાં ગયેલ હોવાનું જણાય આવતા હોન્ડા કંપનીની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ- 09- CT 1971 કિંમત ₹25,000 ગણી ઉપરના ગુન્હા ના કામે ઈસમને બી એન એસ એસ કલમ 35 (1) ઈ મુજબ અટકાયત કરી બી એન એસ એસ કલમ 106 મુજબ મોટરસાયકલ કબજે લઈ આરોપી રૂમાલભાઈ લાલુભાઇ ખીર ની મુદ્દામાલ સાથે ઝડપી ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891