GMERS , PHC વીરાવાડા દ્વારા જાયન્ટ્સ હિંમતનગરના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
(સંજય ગાંધી)
વીરાવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં 25 બોટલ બ્લડ એકત્રિત કરી ગ્રામજનોએ સેવાનું ઉમદા કાર્ય કર્યું. આજના કેમ્પમાં ડો.આર.ડી.ગોસ્વામી, નીલમબેન, હર્ષદાબેન, સેજલબેન, દિલીપભાઈ, અનિલભાઈ, કોમલબેન તથા ગુડ્ડીબેન એ PHC વીરાવાડા તરફથી સેવા આપી. વીરાવાડાના માજી સરપંચ રજનીકાંતભાઈ પટેલ, ગણેશ યુવક મંડળ ના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, કેળવણી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ, રાયગઢ ના આચાર્ય ઈન્દાભાઈ ભરવાડ હાજર રહ્યા. GMERS હિંમતનગર તરફથી ડો. સંજયભાઈ ચૌહાણ, હિમાનીબેન, ભાવિકભાઈ, સંકેતભાઈ, આનંદભાઈ એ સેવાઓ આપી. આજના કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર તરફથી પ્રમુખ પંકજભાઈ મહેતા, કારોબારી સભ્ય રવિન્દ્રભાઈ રાવલ તથા સહિયાર ગ્રુપના પ્રમુખ સોનલબેન મહેતા હાજર રહ્યા
અને તમામ ડોનર ને ગિફ્ટ આપી સન્માનિત કર્યા. ગ્રામજનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો તે બદલ આભાર.