આજે વાવ થરાદના મીની દ્વારકા ગણાતા ઢીમા ખાતે ધરણીધરભગવાનના મંદિરે બુદ્ધ પૂર્ણિમા તથા કુર્મ જયંતિ નિમિત્તે મેળો ભરાયો અને આજના પવિત્ર સ્વાતિ નક્ષત્રમાં હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન ધરણીધર તથા ઢીમણ નાગ ના દર્શન કર્યા….
અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ થી માત્ર 11 કિલોમીટરના અંતરે પવિત્ર યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર શામળિયો બિરાજમાન છે અને જ્યાં ઢીમણનાગ ભગવાન પણ બિરાજમાન છે જ્યાં દર પૂર્ણિમાના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને પૂનમ ભરવા આવે છે કોઈ ચાલતા આવે છે કોઈ દોડતા આવે છે કોઈ પડતા આવે છે કોઈ આળોટતા આવે છે અને દરેકની મનોકામના ભગવાન ધરણીધર શામળિયો પૂર્ણ કરે છે ત્યારે આજે અહીં પૂર્ણિમાના દિવસે દ્વારકા જેવો માહોલ જોવા મળે છે. અહીં સાક્ષાત ભગવાન શામળિયો મૂછાળા દેવના રૂપે બિરાજમાન છે અને ભગવાનને મુછાળા દેવ ને પદવી પ્રાપ્ત થયેલી છે અહીં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જે શ્રદ્ધાળુ પૂનમ ભરવા આવે છે એની સર્વ મનોકામના ધરણીધર ભગવાન પૂર્ણ કરે છે.
આજે પણ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્વાતિ નક્ષત્રમાં હજારો શ્રદ્ધાળુઓએ ધરણીધર ભગવાન તથા ઢીમણ નાગ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહીં પૂજારી શ્રી નરેશભાઈ સેવક શ્રી ના જણાવ્યા મુજબ અને એક ભારત ન્યુઝ ના પત્રકાર પ્રદીપ ત્રિવેદી ની વાતચીતમાં પૂજારી શ્રી એ જણાવ્યું હતું કે જો મનમાં આત્મવિશ્વાસ અને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ મનમાં હોય અને જો કોઈ શ્રદ્ધાળુ ટેક લઈને આવે તો અમારી નજર સમક્ષ હજારો શ્રદ્ધાળુઓના કામ ધરણીધર ભગવાને પૂર્ણ કરેલ છે અને એવા જીવતા જાગતા દાખલા પણ અમારી પાસે છે એટલે પુરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ ધોળી ધજા વાળો દેવ કોઈને નિરાશ થવા દેતો નથી. એક ભારત ન્યુઝ થરાદ પ્રદીપ ત્રિવેદી. જાહેરાત માટે સંપર્ક કરો.9998215151.