હિંમતનગરમાંથી બદલી થતા છ જજનો વિદાય સમારંભ યોજાયો.
(સંજય ગાંધી)
હિંમતનગરમાં જૂની જીલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગત રોજ બદલી થતા છ જજનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં ગુરુવારે સાંજે જૂની જીલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં જીલ્લા બાર એસોસિયેશન ધ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાર એસોસિયેશન ના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.વિદાય લેતા હિંમતનગરમાંથી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.વી.સંચાણીયા, બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.ડી.પાધ્યા,એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.એન.દવે, બીજા એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જી.સી.વાઘેલા,પાંચમા એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.એસ.રાઠોર અને પી.કે.ગઢવી સેક્રેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સાબરકાંઠાનાઓની બદલીઓ જુદા જુદા સ્થળે થતા સાબરકાંઠા ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ કે.આર.રબારીના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો
.
જીલ્લા બાર એસોસીએસનના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ સ્વાગત સંબોધન કર્યું હતું.વિદાય સમારંભના અધ્યક્ષ સાબરકાંઠા ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ કે.આર.રબારી અને મંચસ્થનું બાર એસોસીએસનના હોદ્દેદારો અને સભ્યો ધ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વિદાય લેતા જજને શુકનનો સવા રૂપિયો અને નાળિયેર આપી વિદાય આપેલ હતી.જેમાં ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ કે આર.રબારી તથા અન્ય ન્યાયાધીશ,બાર એસોસીએસનના પ્રમુખ,હોદેદારો,સીનીયર અને જુનિયર વકીલો હાજર રહ્યા હતા.







Total Users : 145600
Views Today : 