>
Friday, June 20, 2025

હાલના મોર્ડન યુગમાં માણસાઈ જ્યાં ભુલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિ એ 30 શ્વાન સાથે ભાઈબંધી બાંધી છે

 

હાલના મોર્ડન યુગમાં માણસાઈ જ્યાં ભુલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિ એ 30 શ્વાન સાથે ભાઈબંધી બાંધી છે

ઋષિવનમાં જીતુભાઇની 30 શ્વાન સાથે અનૌખી ભાઈબંદી છે જ્યારે જીતુભાઈ બહાર થી આવે આને ગાડી હોરન વાગે ત્યારે પાકૅ ના દરેક સ્વાન એમના બગંલે પહોચી જતા હોય છે જ્યારે જીતુભાઈ બહાર જાય કોઈ કામ માટે તો એમના બગંલા ની બહાર રખવાળી કરતા હોય છે

 

હાલના મોર્ડન યુગની પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે. ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખિલાવતા જીતુભાઈએ વર્ષો થી પોતાના ઘર થી દુર રહી વન્યજીવનને પોતાની જીવનપ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે. હાલના સમયમાં માણસ પાસે માણસાઈ ખૂટતી જાય ગઈ હોય તેમ માણસ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે ત્યારે જીતુભાઈએ 30 શ્વાન ને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે. જીતુભાઇ મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી પ્રકૃતિ પ્રેમ એ માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય છે તેને દૂર કરે છે. માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતાં ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો એવી સેવા ઈશ્વરની સેવા કરવા બરોબર છે.

 

સામન્ય રીતે સ્વાન વન્ય જીવમાં ગણતરી કરાઈ છે. ત્યારે જીતુભાઇ સાથે જોવા મળતા સ્વાન/ ડોગ કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમને દરેક સ્વાન માટે રોટલા/ રોટલી / મહાપ્રસાદ / શીરો/ બીસ્કીટ જેવા ખોરાક જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે. લાગણી અને પ્રેમ દ્વારા વન્ય જીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એક બીજા પ્રત્યે લાગણીઓ થી જોડાવવું જ જોઈએ.

 

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores