કચ્છ યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક સંઘ અને અખિલ ભારતીય સારસ્વત પરિવારને ઉજાગર તથા વલ્લભ વિદ્યાનગર મુકામે સૌપ્રથમ સમાજ લેવલે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવનાર અને એસ. એમ. પટેલ આર્ટસ કોલેજ, આણંદના પ્રિન્સિપાલ ડોક્ટર મોહનભાઈ પટેલ અત્યારે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના કુલપતિ તરીકે બિરાજમાન છે. જે સમગ્ર પાટીદાર તથા તથા કચ્છ કડવા પાટીદાર સમાજ અને ગુજરાતનું ગૌરવ છે. સામાજિક એકતા અખંડ રહે તેવો પોઝિટિવ અભિગમ ધરાવનાર કુલપતિશ્રીના પૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે શૈક્ષણિક અને સામાજિક તથા અનેકવિધ સોપાનોમાં સફળતાની ઊંચાઈઓ સર કરી રહ્યા છે. સાથે સાથે નખત્રાણાની કોલેજને ગ્રાન્ટેબલ કરવામાં આપનો સિંહ ફાળો રહ્યો છે તથા કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જનાર તથા ત્રણ માસ અગાઉ ઇઝરાયેલમાં યોજાયેલ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલની જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને ભૂતકાળમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવક સંઘમાં સાથે કરેલ કામગીરીના સંસ્મરણોને તાજા કર્યા હતા. ગાંધીનગર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરજ બજાવતા સ્ટ્રકચરલ એન્જિનિયર જીલ પટેલ, જીમી, ચંદ્રિકા પટેલ અને નીક પટેલનું કુલપતિશ્રી અને જયાબેને સાલથી અભિવાદન કર્યું હતું. કુલપતિ તરીકે બિરાજમાન થયા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રે અનેકવિધ સોપાનો સર કરી મેડલો તેમજ પ્રમાણપત્રો મેળવ્યા છે. હજુ પણ આપની રાહબરી હેઠળ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સફળતાની કેડીઓ સર કરતી રહે તેવી શુભેચ્છા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે આપી હતી.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891