>
Friday, June 20, 2025

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોધાએલ મોબાઇલ ચોરી નો ગુન્હો ડીટેક્ટ કરતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોધાએલ મોબાઇલ ચોરી નો ગુન્હો ડીટેક્ટ કરતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ

 

 

પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા અરવલ્લી મોડાસા ડી.કે.વાઘેલા અને એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના કર્મચારી, ટેક્નીકલ એનાલીસ મારફતે માહિતી મળેલ કે, ભિલોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૫૦૩૨૯/૨૦૨૫ બી.એન.એસ.૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે ચોરાયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન રીયલમી કંપનીનો સી-૬૩ 5G જેનો IMEI NO (1) 899659074789358 (2) 869659074789341 નો એક્ટીવ થયેલ છે અને તેમાં સીમકાર્ડ નં.9316819567 નુ એક્ટીવ થયેલ છે અને હાલ તે ફોનનું લોકેશન ભીલોડા તાલુકાના લીલછા ગામમાં આવે છે. જે આધારે સદર જગ્યાએ જઇ તપાસ કરતાં જયેશકુમાર કર્માભાઈ ભગોરા રહે.લીલછા, તા.ભીલોડા, જિ.અરવલ્લી ચોરીના મોબાઇલ સાથે મળી આવેલ હોઇ જે રીયલમી કંપનીના સી-૬૩ માં ડાયલ પેડમાં *#૦૬# ટાઇપ કરી IMEI નંબર જોતાં ગુન્હાના કામે ખોવાયેલ મોબાઇલના હોવાનું જણાઇ આવતાં જે રીયલમી કંપનીના મોબાઇલ ફોનની કિંમત.રૂ.૮૦૦૦/- ની ગણી બી.એન.એસ.એસ એક્ટ કલમ.૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે લીધેલ તેમજ સદરી આરોપીને આજ રોજ બી.એન.એસ.એસ.એક્ટ ક.૩૫(૧)(જે) મુજબ અટક કરી ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપવા તજવીજ કરેલ છે. આમ એસ.ઓ.જી.શાખા અરવલ્લી દ્વારા મોબાઇલ ફોનનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટર અલકા બેન પંડ્યા મોડાસા અરવલ્લી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores