>
Saturday, June 14, 2025

ઉના તાલુકાના ખાણ ગામે સમસ્ત ખાણ ગામ આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે લોક ડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

ઉના તાલુકાના ખાણ ગામે સમસ્ત ખાણ ગામ આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે લોક ડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

ઉના તાલુકાના ખાણ ગામ પંખી ના માળા જેવડુ પણ આ ગામ ની જનતા જટાયુ જેવી નાનકડુ ગામ સ્ટેટ હાઇવે નંબર ૧૦૪ દેલવાડા સિમર સૈયદ રાજપરા પર આવેલુ છે આ ગામ મુખ્યત્વે ખેતી અને માછીમારી ના વ્યવસાય સાથે જોડાયેલ છે આગામી તારીખ ૨૧/૨૨/૨૩/૦૫/૨૦૨૫ વૈશાખ વદ નોમ દશમ અગિયાર દરમિયાન આ ખાણ ગામ મા સુખનાથ મહાદેવ મંદિર તથા શિતળાય માતાજી મંદિર તથા રામદેવજી મહારાજ મંદિર ખાતે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ મંદિર ના મુખ્ય યજમાન શ્રી જીવાભાઇ પુનાભાઇ રાઠોડ તથા રામદેવજી મહારાજ મંદિર ના મુખ્ય યજમાન બાબુભાઇ પાલાભાઇ પરમાર તેમજ શિતળાય માતાજી મંદિર ના મુખ્ય યજમાન શ્રી રમેશભાઇ નાથાભાઇ મેર ના યજમાન પદે આચાર્ય ચેતનભાઇ શાંતિલાલ જાની ના મુખ્ય શાસ્ત્રી પદે યજ્ઞ વિધાન મુર્તિ ચાલાન વિધિ હૈમાદ્રી દિક્ષુ હોમ પ્રધાન હોમ મંડપાગ પંચાગ પુજન શિખર અભિષેક દેવ આહવાન દેવ સ્થિરીકરણ પ્રાણ સંચાર પુજન દર્પણ દર્શન ઉત્તર મંત્રાવય અને યજ્ઞ સમાપ્ત બીડા હોમ જેવા કાર્યક્રમો નુ સમસ્ત ખાણ ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

આ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે વૈશાખ વદ દસમ તારીખ ૨૨/૫/૨૦૨૫ ને ગુરુવારે સંતવાણી ડાયરા નુ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં લોકસાહિત્ય કલાકાર વિદુર આહિર સંતવાણી આરાધક દેવરાજ રાઠોડ તથા રિકલ પરમાર તથા નિકીતા બેન ગોહિલ જેવા નામી અનામી કલાકારો રમઝટ બોલાવસે સાથે સાથે ઉના વિસ્તાર ના પુજય સંતો પરમ પૂજય શ્રી અમર ગીરી બાપુ ગરાળ આશ્રમ તથા પરમ પૂજય શ્રી દયાળ ગીરી બાપુ ખોડિયાર આશ્રમ દાંડી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગામ ના દરેક સમાજ ના યુવાનો વડીલો ખુબ સારી રીતે જહેમત ઉઠાવી રહ્યા છેઅહેવાલ = રમેશ ભાઈ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores