>
Saturday, June 14, 2025

પોશીનાના લાંબડીયા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સે મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરી સરાહનીય કામગીરી કરી

પોશીનાના લાંબડીયા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સે મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરી સરાહનીય કામગીરી કરી

 

સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયાના દક્ષાબેન હોમિયાભાઈ પરમારની ૧૦૮ એમ્બ્યુલન્સે સફળ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરી છે.

વિગત કંઈક એવી છે કે દક્ષાબેન હોમિયાભાઈ પરમારને પ્રસૃતિની પીડા શરૂ થતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધી લાંબડીયા સિવિલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન હાઈ રિસ્ક ડિલિવરી પેશન્ટ હોવાથી જીએમઆરએસ હિંમતનગર રીફર કર્યું હતું.આ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ ખાતે જતા રસ્તામાં માતાના વાઇટલ તપાસ કરતા પ્રસૃતિની પીડા વધતા જો પ્રસુતિ ન થાય તો માતા અને બાળકનું જીવન જોખમમાં મુકાય તેમ હતું. આવા સમયે ફરજ પર હાજર ઇ.એમ.ટી ગીતા દામા અને પાયલોટ સુરેશભાઈએ એમ્બ્યુલન્સ માં જ સ્વસ્થ પ્રસૃતિ કરાવી હતી. જેમાં માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. સ્વસ્થ બાળકનો જન્મ થતાં માતા દક્ષાબેન હોમિયાભાઈ પરમારે 108 એમ્બ્યુલન્સ સેવાનો આભાર માન્યો હતો.

 

તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores