બનાસકાંઠા બ્રેકિંગ….
ડીસા ના જાવલ ગામે ખેતરમાં સુઈ રહેલ ખેડૂતની હત્યા નો મામલો..
ડીસા તાલુકાના જાવલ ગામે 5 દિવસ અગાઉ ખેતરમાં સુઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી…
ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં સુવા ગયા હતા.
સવારે ખેતરમાં થી મૃતદેહ મળ્યો હતો.
માથામાં, જમણા કાન, ગળા અને છાતી પર તિક્ષણ હથિયાર નાં ઘા મારવામાં આવ્યા હતા.
ડીસા તાલુકાના જાવલ ગામનાં ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ પટેલ ની થઈ હતી હત્યા.
પોલીસે હત્યાના આરોપીઓ ને પકડવા માટે 7 જેટલી બનાવી હતી ટીમો..
200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા..
ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
સાટા પદ્ધતિની બાબતે કરવામાં આવી હતી હત્યા.
ગણેશભાઈ ના લગ્ન થયા હતા તો સાટા પદ્ધતિમાં સામે પણ એક દીકરીને આપવાની હોય છે ત્યારે પિતરાઈ બહેન મંજુલા પટેલ ને સાટા પદ્ધતિમાં સામે લગ્ન કરવાના હતા…
જોકે આરોપી મંજુલા પટેલ ને સહદેવ પટેલ સાથે હતો પ્રેમ સંબંધ….
ત્યારે મંજુલા પટેલ ને અન્ય જગ્યાએ સંબંધ હોય બીજે જવું નહોતું એટલે જો ગણેશભાઈ નું મોત થઈ જાય તો એ જગ્યાએ જવું ન પડે તે માટે હત્યાનો કર્યો હતો પ્લાન…
મૃતક ની પિતરાઈ બહેન મંજુલા પટેલ સહદેવ પટેલ ભરત પટેલ દ્વારા પ્લાન કરી કરવામાં આવી હતી હત્યા..
પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લીધા…
પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા…
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ બનાસકાંઠા
મો ન 9998340891







Total Users : 144679
Views Today : 