ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે આજ થી ૧૯૨ પહેલા દેલવાડા ગામે પશુ મા કોઇ અસાધ્ય રોગચાળો વકર્યો હતો ત્યારે એ વખતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગામ ના લોકો ને હળદેવ લાલા ભગવાન ની આરાધના કરવા ની સલાહ આપેલ એ સમયે દેલવાડા ગામ નવાબી શાસન હેઠળનું ગામ હોય ગામ નુ એક પ્રતિનિધિ મંડળ જુનાગઢ નવાબ ને ગામમાં પશુ ઓમા અસાધ્ય રોગ ની રજૂઆત કરેલ ત્યારે હળદેવલાલા ભગવાન ની સ્થાપના કરવા જમીન માટે વિનંતી કરતા એ સમય ના નવાબ એ દેલવાડા ગામ મા ગોદરો તથા હળદેવલાલા ભગવાન ની દેરી સ્થાપન માટે જમીન ફાળવણી કરી હતી અને ગામ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિક્રમ સવંત ૧૮૮૯ મહાસુદ ૫ ( પાંચમ) ના રોજ ભગવાન હળદેવલાલા ની દેરી ની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર થી આજે ૧૯૨ વર્ષ થાય અવારનવાર આ દેરી નો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ છે આ દેરી ના વિશાળ ચોકમાં બાજુ માં આવેલ કન્યા શાળા તથા કુમાર શાળા ના બાળકો પણ હર્ષનાદ કરતા કરતા
અભ્યાસ કરતા હતા પરંતુ હળદેવલાલા ની દેવી ના ચોક મા પંચાયત કચેરી નુ બાંધકામ કરવામાં આવ્યું હોય જેથી બાળકો ના હર્ષનાદ સમી ગયો છે આજરોજ આ દેરી મુકામે ગામ ના વિજયભાઇ મેવાડા દ્રારા સત્યનારાયણ ભગવાનની કથા નુ આયોજન કરવામાં આવ્યું હતું ગામ ના લોકો એ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી કથા શ્રવણ તથા પ્રસાદ નો લાભ લીધો હતો આ કથા શ્રવણ દરમ્યાન ગામ ના જાગૃત મહિલા આગેવાન શ્રીમતી સરોજબેન વાજા સહિત ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વડિલો એ આ હળદેવલાલા ભગવાન ની પશુ પક્ષી ની બિમારી મા માનતા બાધા આખડી ની વાતો વાગોળી હતી આમ નવાબી કાળમાં પણ ભગવાન ની સ્થાપના કરવા જમીન ફાળવણી કરવામાં આવતી હતી એનો ઉત્તર નમુનો એટલે દેલવાડા ગામે આવેલ હળદેવલાલા ની દેરી છે…… રમેશભાઇ વંશ
ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના દેલવાડા ગામે આજ થી ૧૯૨ પહેલા દેલવાડા ગામે પશુ મા કોઇ અસાધ્ય રોગચાળો વકર્યો હતો ત્યારે એ વખતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગામ ના લોકો ને હળદેવ લાલા ભગવાન ની આરાધના કરવા ની સલાહ આપેલ
અન્ય સમાચાર