ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે પ્રજા ના પૈસા નો વેડફાટ…..
ડિસ્ટીકટ મિનરલ ફાઉન્ડેશન – ગિર સોમનાથ તથા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩/૨૪ હેઠળ માર્ગ અને મકાન વિભાગ ગિર સોમનાથ દ્રારા દેલવાડા ગામે રુપિયા ૨૭૦૦૦૦૦/લાખ ના ખર્ચે નવિન ગ્રામ પંચાયત ભવન બનાવવા મા આવેલ હાલ આ પંચાયત ભવન તમામ સુવિધાઓ સભર છે અને ગત્ જાન્યુઆરી માસમાં આ પંચાયત ભવન ની બિલ્ડિંગ સ્થાનિક પંચાયત ને સોંપવામાં આવ્યું છે પરંતુ સ્થાનિક પંચાયત દ્રારા આ નવા પંચાયત ભવન ના બિલ્ડીંગ માં નતો પંચાયત કાર્યરત કરી છે કે નતો એની જાળવણી કરે છે આ નવી બનેલી બિલ્ડીંગ માં પાછળ ની સાઇડ ની બારી ઓના કાચ પણ તુટેલા નજરે પડે છે તથા પગથાર ની લાદી ઓ પણ જાળવણી ના અભાવે તુટી રહી છે હવે સવાલ એ થાય છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડીંગ સ્થાનિક પંચાયત ને સોંપવામાં આવી એને પણ પાંચ મહિના થયા છે તો આ બિલ્ડીંગ નુ લોકાર્પણ ક્યાં કારણોસર કરવામાં આવતુ નથી એ પણ એક વિચારવા જેવી બાબત છે લોક મુખે ચર્ચાતી વાતો મુજબ કોઈ મોટા મંત્રી મિનિસ્ટર કે અધિકારી લોકાર્પણ કરવા માટે સમય ફાળવતા નથી કે સ્થાનિક પંચાયત ના વહિવટ કર્તા ની અણ આવડત છે જનતા ના ટેક્સ અને વેરા વિઘોટી ના રુપિયા ૨૭૦૦૦૦૦/ લાખ નો આમજ વેડફાટ થતો રેસે એ પણ એક વિચારવા જેવી વાત છે આ પંચાયત ભવન ઉદ્ધાટન ના વાંકે શોભા ના ગાંઠીયા સમાન છે. આમ સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓ નું આ જો હુકમી નુ વરવુ ઉદાહરણ છે અને અણ આવડત છતી થતી જોવા મળી રહી છે..બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના