યોગ બોર્ડ દ્વારા તાપી જિલ્લાના ત્રણ સ્થળોએ સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો.
(સંજય ગાંધી – તાપી)
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા તાપી જિલ્લાના વ્યારા ,વાલોડ અને ઉચ્છલ એમ ત્રણ તાલુકાઓમાં નિશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત હેઠળ ગુજરાતના 33 જિલ્લાઓમાં કુલ 200 સ્થળોએ 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસની નિશુલ્ક યોગ-સંસ્કાર શિબિર ચાલી રહી છે સમય સવારે ૭ થી ૯ છે. જેમાં મેદસ્વી બાળકો માટે વિશેષ આયોજન છે.
યોગ એ બાળકની પ્રગતિનો આધાર સ્તંભ છે આ સમર કેમ્પમાં બાળકોની શારીરિક-માનસિક તંદુરસ્તી, એકાગ્રતા કેળવાય તેમજ સંસ્કારોનું સિંચન થાય એ માટે યોગ, પ્રાણાયામ, રમતો, ભગવદગીતા ના શ્લોકોનું પઠન, મહત્વ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. યોગથી બાળકોના જીવન માં બદલાવ આવે છે. જેવો આહાર તેવું મન, જેવું મન તેવો વિચાર. વ્યક્તિને બદલવો હોય તો તેનો આહાર બદલવો ખૂબ જરૂરી છે તેથી યોગબોર્ડ આહાર પર ખાસ ભાર આપે છે. બાળકો કોલ્ડ ડ્રિંક , પેકેટ, જંકફૂડથી દૂર રહે અને સાત્વિક ખોરાક તરફ વળે તે માટે તેમને સમજાવવામાં આવે છે તેમ જ તેમને સાત્વિક નાસ્તો ખવડાવવામાં આવે છે. બાળકો મોબાઇલથી દૂર રહે , એનો ઓછો ઉપયોગ કરે એ માટે ઉનાળાના વેકેશનમાં બાળકોને સમર યોગ કેમ્પ સાથે જોડો. યોગ કરવાથી બાળકનું શરીર લચીલું અને તંદુરસ્ત બને છે. બાળક યશસ્વી અને મેઘાવી બને છે. મોબાઇલ અને જંકફુડ જેવી કુટેવથી દૂર રહેવા પ્રેરિત થાય છે. સમર કેમ્પ ના અંતિમ દિવસે બાળકોને સર્ટિફિકેટ
વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે તાપી જિલ્લા યોગ કોર્ડીનેટર જ્યોતિબેન મહાલે(૯૯૦૯૧૧૮૮૭૦) ને સંપર્ક કરવો. આજે જ તમારા બાળકોનુ રજીસ્ટ્રેશન કરાવો અને યોગ કેમ્પમાં મોકલો.