રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા શ્રી લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરીષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું……..
રાજુલા તાલુકાના ચૌત્રા ગામે મોમાઈ માતાજીના મંદિર (મોમાઇ વડ) ખાતે બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો, કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તથા પત્રકાર મિત્રો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું. દેવી ભાગવત કથાના આઠમા દિવસે રાજુલા- જાફરાબાદ અને ખાંભા પત્રકાર એક્તા પરીષદના પત્રકાર મિત્રો દ્વારા કથાનાં નામાંકિત વક્તાશ્રી લાખણશીભાઇ ગઢવી નું મોમાઇ માતાજીની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પત્રકાર એક્તા પરીષદના જીલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂ, જીલ્લા મહામંત્રી દિલુભાઇ વરુ, ડી.ડી. વરૂ, મહેશભાઇ વરૂ, ભરતભાઇ ખુમાણ, ધર્મેશ મહેતા, વીરજી શીયાળ, મનીષભાઇ મહેતા, કરશન પરમાર, મુકેશ ડાભી, જુનેદ મન્સુરી, મોહસીન પઠાણ, બહાદુરભાઇ ડેડાણ, અશોક મકવાણા સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…..
રીપોર્ટર:- મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી