ભારતીય કિસાન સંઘ મોડાસા તાલુકા પ્રશિક્ષણ વર્ગ યોજાયો.
આજરોજ મોડાસા કેપી હોસ્ટેલ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ સમય સવારે 9:00 થી 5 રાખવામાં આવ્યો હતો તેમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ના મંત્રી કુ. કલ્પનાબેન તથા અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રીમાન અમૃતભાઈ પટેલ તથા અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ શ્રીમાન પ્રેમજીભાઈ પટેલ તથા મહિલા પ્રતિનિધિ ઉર્મિલાબેન તથા તાલુકા પ્રમુખશ્રી ગજાનંદ પટેલ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખ ગજાનંદ પટેલ કર્યું હતું આ કાર્યક્રમમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યકર્તા શાંત પ્રકૃતિ ના દીર્ઘદ્રષ્ટિ વાળા
સતત પોઝિટિવ વિચાર સરણી ધરાવતા હોવા જોઈએ દરેક ક્ષેત્રમાં સજ્જન લોકોએ એક્ટિવ થવાની જરૂર છે
ભારતીય કિસાન સંઘ ના સંગઠન માળખાની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં જમણવાર ખર્ચ વિનુભાઈ પાવન સીટી વાળા તરફથી હતો . એકંદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો.
ભારતીય કિસાન સંઘ ની કાર્યપદ્ધતિ ની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઘર પરિવાર તથા સમાજ પૂરતા સીમિત ન રહી રાષ્ટ્રહિત માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું.
તસવીર અહેવાલ …. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891