હિંમતનગરમાં મારૂતિનગર વિકાસ મંડળમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
(કમલેશ સિંધી હિંમતનગર)
હિંમતનગર શહેરના મારૂતિનગર સોસાયટી સંચાલિત મારૂતિનગર વિકાસ મંડળની જનરલ સભા તારીખ : ૧૭/૦૫/૨૦૨૫ને શનિવારે મારૂતિનગર ચોકમાં મળી હતી. જેમાં સર્વાનુમતે નીચેના હોદ્દેદારો તથા કારોબારીની નિમણૂક કરવામાં આવેલ છે. મંડળના નવીન
પ્રમુખ તરીકે હર્ષદભાઈ કડિયાની વરણી કરાઈ હતી અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સોલંકી તેમજ ચેતનભાઈ પંચાલ અને કન્વીનર તરીકે કનુભાઈ દેસાઈની સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરાઈ હતી. સોસાયટીમાં રહેતા તમામ સભ્યો જનરલ સભામાં હાજર રહ્યા હતા. સોસાયટીના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ હતી.
રિપોર્ટર કમલેશ સિંધી