ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના સેજળિયા ગામ ના બાળકો માધ્યમિક શાળા ના અભાવે આગળ અભ્યાસ છોડવા મજબુર
સૈયદ રાજપરા ગામ ના સરપંચ અને શ્રી જલ કન્યા મત્ચછોધોગ સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી ભરતભાઇ કામલિયા દ્રારા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત કરતા જણાવ્યું છે કે ઉના તાલુકાના સેજળિયા ગામ થી દક્ષિણ તરફ ખડા ગામ અને ઉત્તર તરફ દાંડી ગામ આવેલા છે આ ત્રણેય ગામ માં પ્રાથમિક શિક્ષણ માટે ની ઉત્તમ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અધતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે આ ત્રણેય ગામ માં માધ્યમિક શિક્ષણ માટે ની કોઈ સુવિધા ના હોય આથી આ ગામો ના બાળકો ને ૧૫/૧૮ કિલોમીટર દૂર સૈયદ રાજપરા તથા સિમર કે દેલવાડા ગામે અપડાઉન કરી ફરજીયાત શિક્ષણ મેળવવા જવુ પડે છે કોઈ બાળક સાયકલ પર કે પ્રાઇવેટ વાહનો પર જાય છે
જ્યારે ગામ માં માધ્યમિક શાળા ની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી કન્યા ઓ આગળ નુ શિક્ષણ છોડી મંજુરી કામ પર જવા મજબૂર બને છે
સર્વ શિક્ષા અભિયાન નિ વાતો અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો યોજાય છે ત્યારે આ ત્રણેય ગામ માં માધ્યમિક શાળા આપવા મા આવે એવી માગણી કરવામાં આવી છે
આ ત્રણેય ગામ વ્યવસાય એ માછીમારો છે અને માધ્યમિક શાળા ના અભાવે બાળકો આગળ નો અભ્યાસ છોડી મંજુરી તરફ વળી રહ્યા છે માટે ખુલતા વેકેશન માં સેજળિયા ગામ મા માધ્યમિક શાળા શરૂ કરવા માંગ કરવામાં આવી છે….. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ