માધાપર કચ્છ મુકામે ત્રિવિધ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજાયો
કચ્છ માધાપર (મંજલ) મુકામે ભગવાન નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર, ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિર એમ ત્રિવિધ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રેરણાપીઠ, પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના કર કમલો દ્વારા તારીખ 18 19 20 મેં 2025 ના રોજ યોજાયો.
પ્રથમ દિવસે પૂજ્ય વડીલ માવિત્રોનું પૂજન તથા ગામની તમામ 416 નિયાણીઓને દાન દક્ષિણા આપવામાં આવેલ.બીજા દિવસે ડીજેના તાલ સાથે સૌ સંતો મહંતોને રથમાં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવેલ. ત્યારબાદ ધર્મ સભામાં સંતોનો ભાવ પૂજન કર્યાબાદ સંતવાણીનો લાભ સૌ હરીભક્તોને આપવામાં આવેલ. બપોર પછીના સત્રમાં મંદિર નિર્માણમાં સહયોગી થવા આર્થિક સ્વરૂપે ઉછામણી રાખવામાં આવેલ. જેમાં 62 લાખ રૂપિયા હરિભક્તોએ આપ્યા હતા. મુંબઈ મોસ્કો વાઈટ ગ્રુપ શાંતિલાલ રંગાણી અને ચંદુભાઈ રંગાણી દ્વારા 22 લાખ, ચેન્નાઈના બાબુભાઈ અરજણભાઈ પોકાર દ્વારા 18 લાખ, કચ્છ સતપંથ પ્રમુખશ્રી ડાયાભાઈ ઉકાણી દ્વારા 8 લાખ દાન મુખ્ય હતું. આ ઉપરાંત કચ્છ સિવાયના વિસ્તારોમાંથી પ્રોફેસર ડી. કે. પટેલ અમદાવાદ, કરસનભાઈ , વાલજીભાઈ અને મનજીભાઈ રાજેન્દ્રફાર્મ, દહેગામ, અંબાલાલ શામજીભાઈ પટેલ ખેડબ્રહ્મા, નારણભાઈ ખીમજીભાઈ પટેલ મોડાસા તરફથી પણ દાન પ્રાપ્ત થયેલ. તે દિવસે રાત્રે સાહિત્યકાર ધીરુભાઈ પાંતિયા અને ભરતભાઈ પ્રજાપતિ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવેલ. ત્રીજા દિવસે સવારે સંતોના આશીર્વાદ બાદ વૈદિક મંત્રોચાર સાથે જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના મહારાજના આશીર્વાદથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
આ શુભ પ્રસંગે સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરીજી મહારાજ મહારાષ્ટ્ર, મહામંડલેશ્વર સ્વામીશ્રી દિવ્યાનંદહરિજી મહારાજ કાદિયા, સંતશ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ નિષ્કલંકી ધામ, નખત્રાણા. સંતશ્રી ચંદુબાપા પાવનધામ, વડાલીકંપા, સંત શ્રી રતિબાપા દરસડી, ખેડબ્રહ્માથી સંતશ્રી પંકજદાસજી મહારાજ તથા સંતશ્રી મણીબાપા અને યજ્ઞાચાર્ય શાંતિ ભગત ઉપસ્થિત રહ્યા હતા. રાજહંસ ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ વાસાણી, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એ પણ દર્શન લાભ લીધો હતો. જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે પણ બે લાખ રૂપિયા દાન આપેલ. માધાપરના પ્રમુખશ્રી ધનજીભાઈ પોકાર, મંત્રીશ્રી રમણભાઈ પોકાર, ખજાનચી જયંતીલાલ પોકાર, યુવક મંડળના પ્રમુખશ્રી વિનોદભાઈ પોકાર અને યુવક મંડળ તથા ગ્રામજનોના સાથ અને સહકારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ સફળ રહ્યો હતો. જગતગુરુ તથા જનાર્દન હરીજી મહારાજે સૌ દાતાઓને સન્માનિત કરી અને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમનું સુંદર સંચાલન જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, દેવપર યક્ષનાશ્રી હીરાલાલ ભીમાણી અને કલ્યાણપરના લહેશભાઈ ગોવિંદભાઈ ભગત દ્વારા ભાવ સભર રીતે કરવામાં આવ્યો
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891