>
Tuesday, July 1, 2025

રેલવે ટ્રેક નજીક થાંભલા ની વાડ કરાતાં 200 ઘરો ની અવરજવર બંધ. કલેકટર એ કામગીરી સ્થગિત કરાવી.

કામગીરી સ્થગિત. રેલવે ટ્રેક નજીક થાંભલા ની વાડ કરાતાં 200 ઘરો ની અવરજવર બંધ. કલેકટર એ કામગીરી સ્થગિત કરાવી.

કેટલાક મકાનો અડધા કપાતા આકેસણ ફાટકની દીપ નગર સોસાયટી અને બેચરપુરા ફાટક સાંઈ કૃપા સોસાયટીના રહીશો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા દોડી આવ્યા.

પાલનપુરમાં રેલ્વે ટ્રેકને અડીને આવેલા વિસ્તારોમાં રેલવે નજીક દબાણો દૂર કરવા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ હવે રેલવે વિભાગે દીપ નગર અને સાઈ કૃપા સોસાયટી સહીતો અનેક વિસ્તારોમાં રેલવે વિભાગે લોખંડના થાંભલાઓ નાખવાની કામગીરી શરૂ કરી છે આ કામગીરી રેલવે ટ્રેક થી 100 થી 180 ફૂટ અંતરે કરવામાં આવી રહી છે જેના કારણે 200થી વધુ કરોડના મુખ્ય રસ્તા બંધ થઈ ગયા છે કેટલાક મકાનોના ભાગ અડધા કપાઈ ગયા છે રહીશો ફફડી ઉઠ્યા છે.

આકસ્મિક રીતે આવી કામગીરી શરૂ થતા રહીશો તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી રહીશોનું કહ્યું છે કે 30 વર્ષ જૂની સોસાયટીમાં આવવા જવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો છે મકાન ખરીદતી વખતે જે નકશો બતાવવામાં આવ્યો હતો તેમાં આ રસ્તો દર્શાવેલો છે હવે રેલવે જૂના નકશા બતાવીને રસ્તો બંધ કરે છે. તે અમાન્ય છે જિલ્લા કલેકટર સમગ્ર મામલે પ્રાંત અધિકારીને તપાસ કરવા કહ્યું છે. રેલવે વિભાગના અમદાવાદના એન્જિનિયરને માર્ગદર્શન માટે બોલાવ્યા છે. રેલવે વિભાગ સાથે મળીને માપણી કરાશે. હાલ રહીશોની રજૂઆત બાદ રેલવેની કામગીરી સ્થગિત કરાય છે. રહીશોનું કહ્યું છે કે જો આવા જવાનો રસ્તો બંધ થઈ જશે તો અમે ક્યાં જઈશું. અમારું દૈનિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રેલવે દ્વારા થાંભલા નાખી દેવામાં આવ્યા છે. રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે. રેલવે દ્વારા રસ્તાની અવરજવર બંધ કરીને થાંભલા નાખી દેવામાં આવ્યા છે. રિપોર્ટર પરબતભાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores