ઉના,23 મે: જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ, ઉના પોલીસે ₹1,48,305/- ની કિંમતના 8 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કર્યા છે
.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી (ઉના વિભાગ) અને ઉના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાની સૂચના મુજબ, સેકન્ડ પો.ઇન્સ. શ્રી જે. જે. પરમાર અને ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ શ્રી પો.સબ.ઈ. એચ.પી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોબાઈલ ફોન ગુમ થવાના વધતા બનાવોને ગંભીરતાથી લઈ, ઉના પોલીસે અરજદારોને તેમના ફોન પરત અપાવવા માટે કટિબદ્ધતા દાખવી હતી. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. શ્રી જગદિશભાઈ લઘરાભાઈ વાઘેલા, એ.એસ.આઈ. શ્રી સી.ડી પટેલ, વુ.પો.હેડ કોન્સ્ટેબલ શ્રી સોનીબેન બાબુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શ્રી હિનાબેન કાળુભાઈ, સર્વેલન્સ એ.એસ.આઈ. શ્રી શાન્તિલાલ વેલજીભાઈ સોલંકી, પો.કોન્સ્ટેબલ શ્રી સુનિલભાઈ કેશવભાઈ બાંભણીયા, અને પો.હેડ કોન્સ્ટેબલ દર્શીતભાઈ ભાણાભાઈ પરમાર સહિતના પોલીસકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.ઉના પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં સંતોષ અને પોલીસ પ્રત્યે વિશ્વાસની ભાવના વધુ દ્રઢ બની છે.