>
Friday, May 23, 2025

વિધાસહાયકો પ્રાથમિક શિક્ષકોની ભરતી પહેલા ગાંધીનગર નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેરબદલી નો કેમ્પ યોજવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત 

વિધાસહાયકો પ્રાથમિક શિક્ષકોની ભરતી પહેલા ગાંધીનગર નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેરબદલી નો કેમ્પ યોજવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત

ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી (પત્રકાર) દ્વારા રજુઆત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં નવીન વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોની ભરતી પહેલા પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી ઓફ લાઈન તથા ઓનલાઇન બદલી કેમ્પ યોજેલ છે ગાંધીનગર નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેરબદલીની અરજીઓ હાલમાં પેન્ડીગ હોવા છતાં અને ધણી જગ્યાઓ ધોરણ ૧ થી ૮ મા ખાલી પડેલ હોવા છતાં પણ વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોના ગાંધીનગરમાં જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજેલ નથી અને નવીન ભરતી ની જગ્યાઓ ૧૦૦% બતાવેલ છે તેની જગ્યાએ ૧૦૦% જિલ્લા ફેરબદલીના કેમ્પ કરીને નવીન ભરતી કરવામાં આવે તે માટે શિક્ષકો વતી સરકારમાં રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે

ગાંધીનગર નગર શિક્ષણ સમિતિમાં પણ જિલ્લાના વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીની અરજીઓ માંગવામાં આવેલ છે જે અરજીઓ પણ હાલમાં પેન્ડીગ છે તેમ છતાં પણ જિલ્લા વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીનો કોઈ કેમ્પ યોજેલ નથી અને તેની કેટલાક શિક્ષકો રાહ જોઈ રહ્યા છે તેવી માહિતી અમોને મળેલ છે આમ જો આવી રીતે જુની જિલ્લા ફેરબદલીઓને પેન્ડીગ રાખીને નવીન ભરતી ૧૦૦% કરવામાં આવે તો જે શિક્ષકો વષોથી પોતાના વતનથી દૂર નોકરી કરી રહ્યા છે તેવા શિક્ષકો ને પોતાના જિલ્લા તથા વતનથી દૂર રાખવામાં આવે તો તેવા શિક્ષકોને તેમના વતનથી દૂર નોકરી કરી રહ્યા છે તે શિક્ષકોને પોતાના જિલ્લા તથા વતનથી દૂર રાખવામાં આવે તો તેવા શિક્ષકોને તેમના વતન ની જિલ્લા ફેરબદલીથી વંચિત રહી જશે અને તેઓને જિલ્લા ફેરબદલીના લાભથી બાકાત રહી જશે અને નવીન ભરતી થશે?

આમ અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે વષોથી જે પ્રાથમિક શિક્ષકો પોતાના વતનથી દૂર નોકરી કરી રહ્યા છે તેવા વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોને અન્યાય થઈ રહેલ છે તો નવીન ભરતીની સાથે જે શિક્ષકો વષોથી પોતાના વતનથી દૂર છે તેવા વિધાસહાયક પ્રાથમિક શિક્ષકોની તેમના વતનો લાભ મળી રહે તેવા શુભ આશ્રયૅથી જિલ્લા ફેરબદલીની માંગણી કરતા શિક્ષકોને અગ્રતા ક્રમ આપીને નવીન ભરતી કરીને ભરવામાં આવે તેવી રજુઆત ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી (પત્રકાર) દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર, કુબેરભાઈ ડીડોર (કેબિનેટ) શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, પ્રફુલભાઈ પાનસેરીયા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, અગ્ર સચિવ પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર, અને સી.આર. પાટીલ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને રજુઆત કરવામાં આવી છે

બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores