ગિર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી એ ઉના ખાતે મધરાતે કરી કાર્યવાહી
ગિર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર મોડી રાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ એડિશનલ કલેક્ટર ને સાથે રાખી ઉના ખાતે આવેલી પંચાયત સિંચાઇ વિભાગ ની કચેરી ખાતે પહોંચી ગયા હતા ત્યારે કચેરી ના અધિકારી કર્મચારીઓ ને બોલાવી પોલીસ ની હાજરી માં કચેરી ખોલાવી હતી ત્યારબાદ રેકોર્ડ ની તપાસ કરવા મા આવી હતી અને રેકર્ડ તપાસી એડિશનલ કલેક્ટર ની હાજરી માં ઉના પંચાયત સિંચાઇ વિભાગ ની કચેરી ને શિલ મારવા મા આવેલ હતુ
ઉના પંચાયત સિંચાઇ વિભાગ ની કચેરી ને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહલ ભાપકર એ મોડી રાત્રે શિલ મારતા તરેહ તરેહ ની ચર્ચા થવા લાગી છે આમ પણ આ કચેરી પર અગાઉ ભ્રષ્ટાચાર ના આક્ષેપો થયા હતા આ અંગે કચેરી ના અધિકારી રાઠોડ ને પુછતા એવું જણાવ્યું હતું
કે હું એક મિટીંગ મા નતો ગયો એટલે કદાચ ડિ.ડી.ઓ. એ શિલ માર્યું હસે અત્રે ઉલ્લેખનીય છેકે જાણકાર વર્તુળોમાંથી સાંપડતી માહિતી મુજબ કોડિનાર ખાતે એક કાર્યક્રમમાં ડિ.ડી.ઓ્ ને કોઈ નો ફોન આવ્યા બાદ મધરાતે ઉના પહોંચી પંચાયત સિંચાઇ વિભાગ ની કચેરી ને શિલ માર્યું હતું બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના