*રાત્રીસભામાં ગ્રામજનોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી*
જિલ્લા કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રોણાજ ખાતે રાત્રિસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિજ્ઞાના માધ્યમથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત આ રાત્રિસભામાં મીતિયાજ, કરેડા, છાછર, દૂદાણા, દેવલપુર સહિતના આસપાસના ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અહેવાલ= રમેશભાઈ વંશ