ઉના તાલુકાના દેલવાડા ગામે આજરોજ સોમવતી અમાસ નિમિત્તે યોજાયેલ મહા પ્રસાદ ખિચડી ભોજન
દેલવાડા ગામે મછુનદ્રી નદી કિનારે આવેલા પૌરાણિક મંદિર તરણેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શ્રી આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવે છે સાથે સાથે શ્યામ કુંડ તિર્થ ના મહંત નિર્મળ દાસ બાપુ મોગલધામ ના આઇ મા યોગિતા મા તથા દેલવાડા ગામ ના સરપંચ પ્રતિનિધિ વિજયભાઇ બાંભણિયા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ મહેશભાઇ બાંભણિયા તથા વિએચપી ના અશ્ર્વિન ભાઇ સોમેશ્વર યુવક મંડળ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ આ મહા પ્રસાદ ભોજન ખિચડી મા અંદાજીત 3500 જેટલા ભાવિકો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો તથા દેલવાડા હિન્દુ ઓફિયલ ગૃપ દ્વારા ઠંડી સોડા નુ પરબ ખોલવામાં આવેલ આમ દેલવાડા ગામ મા આવા દરેક ધાર્મિક કાર્યક્રમો મા આ ગૃપ દ્વારા સેવા આપવા મા આવે છે
શ્રી તરણેશ્ર્વર મહાદેવ મંદિર પ્રસાદ મંડળ આયોજિત મહા પ્રસાદ ખિચડી ભોજન મા ઉના પોલીસ દ્વારા પણ સારી એવી કામગીરી કરેલ હતી અહેવાલ … રમેશભાઇ વંશ ઉના