ખેડબ્રહ્મા 108 ની સરાહનીય કામગીરી સામે આવી
સબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરીવાવ ગામેથી એક મહિલાને પ્રસવની પીડા ઉપડી ત્યારે 108 ને ફોન કરવામાં આવ્યો તો ખેડબ્રહ્માથી 108 ના પાયલોટ પ્રવીણભાઈ પરમાર અને ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિ તાત્કાલિક 108 ગાડી લઈને ખેરીવાવ ગામે પહોંચ્યા હતા જ્યાં 24 વર્ષીય દર્દી આશાબેન વિરમભાઈ પારગી જેઓને સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલમાં લાવી રહ્યા હતા ત્યારે વચ્ચે જ વધુ પ્રમાણમાં પ્રસંગ નો દુખાવો ઉપડ્યો હતો અને રસ્તામાં જ ડીલેવરી કરવાની ફરજ પડી હતી ત્યારે ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિ અને તેમના સાથીદાર પાયલોટ પ્રવીણભાઈની મદદથી રસ્તા વચ્ચે જ આશાબેન ની પ્રસુતિ કરાવી હતી અને આશાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો જન્મ આપ્યા પછી તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલમાં લાવવામાં આવ્યા હતા આ કામગીરી માટે આશાબેન ના પરિવાર દ્વારા 108 ના ઇએમટી રાકેશભાઈ અને પાયલોટ પ્રવીણભાઈનો આભાર માન્યો હતો
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891