પોશીના પોલીસ સ્ટેશનમા પી.આઈ ધારા ખોટા કેસ કરતા અટકાવવા આવેદનપત્ર અપાયું..
પોશીના પી.આઈ એલ. જે વાળા તથા કોન્સ્ટેબલ ની મિલી ભગત.
પોશીના પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ હીરા ભરવાડ પી આઈ ના મોટા વહીવટ દાર..
પોશીના પી આઈ ના વહીવટ દાર આદિવાસી સમાજ ના લોકો જોડે દારૂનું વેચાણ કરવાની પરવાનગી આપી હપ્તા પેટે હજજારો રૂપિયા ની વસુલાત કર્યા ની પોલ ખુલી..
પોલીસ કર્મી હીરા ભરવાડ વિહવટદાર નું કામ કરતા હોવાથી આદિવાસી લોકો જોડે દારૂનું વેચાણ કરાવી અને હપ્તો નક્કી કરી દર મહીને હપ્તો લેતા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે…
દારૂ ના વેપારી હીરાભાઇ ધર્માભાઇ ગરાસિયા જોડેથી દર મહીને હપ્તો લેતા હતા. તા: ૧૯/૦૫/૨૦૨૫ ના રોજ પી.આઈ એલ. જે વાળા તથા હીરા ભરવાડે બુટલેગર હીરાભાઈ ધર્માભાઈ ગરાસિયાને કીધુ કે અમે નક્કી કરેલ એના કરતા વધારે દારૂની પેટીઓ જોવા મળે છે..
આવુ કહીને વિરાભાઈ ધર્માભાઈ ગરાસિયા જોડેથી ૮૦૦૦૦ નો તોડ કરેલ હતો..
જે બાબત ની એક જાગૃત નાગરિક ને હીરાભાઈ ધર્માભાઈ ગરાસિયાએ આ સમગ્ર ખાબત વિશે જાણ કરી હતી..
જયારે આ બનાવ વિશે . મે પી.આઇ ને કીધુ કે આવુ ના કરતા અને આ ભાઈ ને ૮૦૦૦૦/- રૂપિયા પરત કરી દો એમ કહી હુ ત્યાથી નીકળી ગયેલ.
ત્યારબાદ વહીવટ દાર હિરાભાઇ ભરવાડે બુટલેગર હીરાભાઈ ધર્માભાઇ ગરાસિયાને ધમકી આપી કે ચીમનભાઈને તમે કેમ કીધુ અને પોલીસ કર્મી ગુસ્સે થઇને તારીખ: ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ બીજા દારૂના અડ્ડા વાળા સાથે મળીને બીજાની ગાડીમા ૨૦ દારૂની પેટી પકડીને હીરાભાઈ ધર્માભાઇ ગરાસિયા ઉપર કેસ કરવા માં આવ્યો…
ત ૨૫/૦૫/૨૦૨૫ ના રોજ પોશીના પોલીસ સ્ટેશન પી.આઈ તથા તેમના બીજા પોલીસકર્મીઓ મળેની હીરાભાઈ ધરમાભાઈ ગરાસિયા પાછળ પડેલ અને છત્રાંગ ગામમા લાકડી વડે માર મારવા માં આવ્યો હતો..
પાછળ પડેલ પોલીસ કર્મી દ્વારા જો ખોટા કેસ કરવામાઆવે તો માણસ્ની કારકીર્દીઉપર અસર થાય પોશીના વિસ્તારમા અમને કોઇ કહેવા વાળુ નથી તથા પોતાનો રોફ જમાવવા માટે પોલીસ નિર્દોષ લોકોને કેસો કરી ડરાવે અને ધમકાવે છે અને પૈસાની તોડબાજી કરતી હોવાની બુમ રાડ ઉભી થવા પામી છે.
પી.આઈ તથા હીરાભાઈ ભરવાડ અનેક વખત આદીવાસી ભાઈઓ જોડે દારૂનો ધંધો પોતે જ ચાલુ કરાવી હપ્તા નક્કી કરે અને પૈસાનો તોડ કરતા ની વાતો એ જોર પકડ્યું છે.
અગાઉ પણ દારૂનો રૂપિયા બે લાખનો તોડ કરેલ હતો અને માર પણ માર્યો હતો આવુ અનેક લોકો જોડે કરવામા આવેલ છે જેની અમોને જાણકારી મળેલ છે..
આવા બનાવો ફરીવાર ના બને તે માટે આ પી.આઇ તથા હીરાભાઈ ભરવાડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તેવી લોક માંગ ઉઠી છે.. અહેવાલ = બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ