ગિર ની વાતો ગિર ની ચિંતા
ઉના ગિર ગઢડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આજ રોજ ગિર ગઢડા તાલુકા વિસ્તારમાં સમાવિષ્ટ ગિર ના નેશ વિસ્તાર ની મુલાકાત લીધી હતી અને નેસ નિવાસી ઓની સમસ્યા ઓ વિશે જાણકારી મેળવી હતી
ગિર પુર્વ વન વિભાગ ના ડિ.સી.એફ.વિકાસ યાદવ ને સાથે રાખી ગિર ના ઉંડાણ વિસ્તારમાં આવેલા નેસ જેવા કે આસુદ્રાળી મિઢા ખજુરી સરાકડિયા ટિબરવા દોઢી નેસ તુલશીશ્યામ તથા કોઠારીયા રાવલડેમ ચિખલકુબા વગેરે નેસ વાસી ઓની એક સંયુક્ત બેઠક નુ આયોજન જસાધાર રેન્જ ઓફિસ ખાતે રાખવામાં આવેલ જેમાં નેસ વિસ્તારમાં વસતા લોકો ને પડતી વિવિધ મુશ્કેલી ઓ અંગે ચર્ચા કરવા મા આવેલ જેમાં હાલ મા નેસ નિવાસી ઓને પડતી પાણી ની સમસ્યા વિશે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો અને ડિ.સી.એફ. વિકાસ યાદવ ને ખાસ સુચના આપી હતી કે નેસ વિસ્તારમાં પડતી પાણી ની મુશ્કેલી નો તાત્કાલિક નિકાલ કરવા મા આવે તથા અન્ય બાબતો જેવી કે રાશન કાર્ડ જનમદાખલા કે અન્ય પ્રમાણપત્રો પણ મળવા મા સરળતા રહે એવી વ્યવસ્થા કરવી તથા પશુ મારણ વખતે યોગ્ય સમય મર્યાદા મા માલધારી ને સરકારી ના નિયમો મુજબ વળતર મળે એવી વ્યવસ્થા કરવી તથા ચરિયાણ ના કોઈ પ્રશ્ન ઉભા ના થાય એની તકેદારી રાખવા સુચના આપી હતી
આજે આ બેઠકમાં ગિર સોમનાથ જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી ડાયાભાઇ જાલોદ્ગરા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઇ વોરા તથા ગિર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી
ધર્મેશ ભાઇ રાખોલિયા તથા તાલુકા પંચાયત સદસ્યો સહિત જંગલ ખાતાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચોમાસા દરમિયાન નેશ વિસ્તાર ના લોકો ને કોઈ મુશ્કેલી ના પડે એની તકેદારી રાખવા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ સુચન કર્યું હતું સાથે સાથે નજીક મા ચિખલકુબા પાસે આવેલા ઉના તથા દિવ વિસ્તાર ને પાણી પુરૂ પાડતા રાવળડેમ ની પણ મુલાકાત લીધી હતી
બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના