તક્ષશિલા શાળા વિકાસ સંકુલ મીટીંગ યોજાઈ
તક્ષશિલા નોડલ મીટીંગ શેઠ કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા મુકામે નોડલ કન્વીનરશ્રી સંદીપભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. શાળાના કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાયએ કન્વીનરશ્રીનું અને AEI સિપોરાબેનનું કન્યા વિદ્યાલયના આચાર્યાશ્રી જસ્મીના મેડમે મોમેન્ટોથી કર્યું હતું. આવનાર જૂન મહિનામાં તારીખ 18, 19, 20 પ્રવેશોત્સવ સંદર્ભે માહિતી આપવામાં આવેલ તથા ઈ – કેવાયસી, જ્ઞાન સાધના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની વિગતવાર માહિતી અને માર્ગદર્શન સિપોરા બેન અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદીપભાઈ દ્વારા આપવામાં આવેલ. બી.આર.સી કોઓર્ડીનેટર શ્રી પિયુષભાઈ જોશી દ્વારા પ્રવેશોત્સવનું શિડયુલ જણાવેલ. આ પ્રસંગે જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ દ્વારા સમગ્ર મીટીંગનું સંકલન કરવામાં આવેલ.
નોડલ કન્વીનરશ્રી રાજેન્દ્રસિંહજી રહેવરે દ્વારા QDC કન્વીનરોનું સંકલન કરેલ. આભાર વિધિ ઊંચી ધનાલ હાઈસ્કૂલના આચાર્યશ્રી વિનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891