ઉના ના સનખડા ગામ ના પોસ્ટ ઓફિસ પાછળ ના ભાગે દલિત વાસ મા લાગી આગ ઉના તાલુકાના સનખડા ગામે પોસ્ટ ઓફિસ ના પાછળ ના ભાગે આવેલા દલિત વાસ મા બપોર ના સમયે વિધવા પીઠીબેન માધાભાઇ ખુમાણ પોતાના ઘરે ગેસ ઉપર ચા બનાવતા હતા ત્યારે ઓચિંતા ગેસ લીકેજ થતાં આગ લાગી હતી જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ વાત ની જાણ સનખડા ખાતે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની ગ્રામ કાર્યાલય મંત્રી ગંભીરસિંહ ને થતાં તાત્કાલિક ઉના ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના હેડ કાર્યાલય ખાતે જાણ કરતા ઉના કાર્યાલય ના દિલાવરભાઇ નંદવાણ તથા હરેશભાઇ દવે એ ઉના ફાયરબ્રિગેડ ને વાકેફ કરતાં ઉના નગરપાલિકા ના ફાયરબ્રિગેડ વિભાગ એ ફાયરફાઇટર સાથે ઘટના સ્થળે દોડી જય પાણી નો મારો ચલાવ્યો હતો અને સાથે સાથે ઉના પી.જી.વી.સી.એલ.ને જાણ કરતા વિજ પુરવઠો બંધ કરાવી નાયબ ઇજનેર શ્રી ત્રિપાઠી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયરબ્રિગેડ એ આગ ને મહા મુશિબતે કાબૂમાં લીધી હતી અને આગ ઓલવી હતી
આમ ગેસ લીકેજ થતાં આ નિરાધાર વિધવા પીઠીબેન માધાભાઇ ખુમાણ ની તમામ ઘરવખરી રોકડ રકમ તથા અનાજ સહિત ની ચિજ વસ્તુ બળી ને આગ માં ખાખ થય ગય હતી
અને પીઠીબેન આક્રંદ કરતા હતા ત્યારે સનખડા ગામ ના હમિરભાઇ જાદવ રવિરાજ સિંહ તથા નાથાભાઇ ગોહિલ એ આ દલિત સમાજ ના નિરાધાર વિધવા પીઠી બેન ની વહારે આવી અનાજ કરિયાણું ની સહાય કરી આપી હતી જ્યારે ગ્રામ કક્ષાએ ધારાસભ્ય શ્રી ના કાર્યાલય મંત્રી ની સજાગતા એ સમયસર ઉના ખાતે હેડ કાર્યાલય મા જાણ કરાતા ફાયરબ્રિગેડ ની ટીમ એ સમયસર પહોંચી આગ વધુ ફેલાવતા અટકાવી હતી અને કોઈ જાનહાનિ ના થાય એની પુરતી તકેદારી રાખી હતી
આ તકે આગ નો ભોગ બનેલા નિરાધાર વિધવા પીઠીબેન માધાભાઇ ખુમાણ એ ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા એના કાર્યાલય ના સ્ટાફ નો આભાર માન્યો હતો તથા ગામ ના આગેવાનો એ પણ હાજર રહી આગ ને કાબુ કરવા મા મદદરૂપ થયા હતા બ્યુરો રિપોર્ટ. રમેશભાઇ વંશ ઉના