>
Saturday, June 14, 2025

હિંમતનગર શહેરમાંથી ચોરેલ બાઇક સાથે એક ઇસમને પકડી મો.સા. કિં.રૂ.૪૦,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરી મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

હિંમતનગર શહેરમાંથી ચોરેલ બાઇક સાથે એક ઇસમને પકડી મો.સા.

 

કિં.રૂ.૪૦,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરી મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોઇ આવા વાહનચોરીના ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા આ.હે.કો. પ્રકાશકુમાર તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો. દોલતભાઇ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.

 

ઉપરોકત ટીમના માણસો તા.૨૯/૦૫/૨૦૨પના સરકારી વાહનમાં વાહન ચોરીના બનાવો સંબધે હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તાર આકાશવાણી કેન્દ્ર આગળ રોડ ઉપર વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન અ.પો.કો. જ્ઞાનદિપસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, “ એક ઇસમ હિંમતનગર શહેરમાંથી ચોરી કરેલ નંબર વગરની લાલ કલરની હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઇને ખેડતસીયા તરફથી હિંમતનગર તરફ આવે છે.” જે બાતમી હકીકત આધારે હિંમતનગર આકાશવાણી કેન્દ્ર આગળ રોડ ઉપર હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની લાલ કલરની હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઇને એક ઇસમ ખેડતસીયા તરફથી આવતાં તેને રોકી નામઠામ પુછતા પોતે પોતાનું નામ હર્ષલ સ/ઓ જગદીશભાઇ નરસીભાઇ પટેલ ઉ.વ.૧૯ હાલ રહે.હિંમતનગર રીવર ફ્રન્ટ કેશવદાલ બાટી તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.દિયોલી તા.ઇડર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ તેમજ તેની પાસેના મોટર સાયકલના માલિકી અંગેના આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનું જણાવતાં સદરી મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર મોટર સાયકલ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નંબર-૧૧૨૦૯૦૧૬૨૫૦૬૧૯/ ૨૦૨૫ ભારતીય નાગરીક સંહિતા કલમ.૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ હોઇ જે અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ સદર પકડાયેલ હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ જેનો ચેચીસ નંબર-MBLHAW287PSK03017 તથા એન્જીન નંબર-HAIIECPSK53500 જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-09-DN-5133 ની કિ.રૂ.૪૦,૦૦૦/- ની ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૧૦૬ મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને પુછતાં જણાવેલ કે આ મોટર સાયકલ આજથી આઠેક દિવસ પહેલા પોતે જે જગ્યાએ નોકરી કરે છે તે હિંમતનગર રીવરફન્ટમાં કેશવ દાલબાટીની પાછળથી રાત્રીના સમયે ચોરી કરેલ હોવાનુ જણાવતાં આરોપીને અટક કરી હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ખાતે સોપેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores